મુન્દ્રાના કુદરતી ઉપચાર કેન્દ્રના પ્રાંગણ માં કલેકટરની અધ્યક્ષતામાં એચ.પી.સી.એલ.મિતલ પાઇપલાઇન લિમિટેડની પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી લોકોની પાંખી હાજરી વચ્ચે શરૂ થયેલી આ સુનાવણીનો ગુજરાત પ્રદૂષણ બોર્ડના કે બી ચૌધરીઍ પ્રારંભ કરાવ્યો હતો.
300વ્યક્તિઓ ને પ્રત્યક્ષ રોજગાર આપવા ના દાવા સાથે હાથ ધરાનાર આ પ્રોજેકટની સુનાવણીમાં મુન્દ્રા ખેતી વિકાસ ટ્રસ્ટના નારાણભાઈ ગઢવીઍ ઈ.આર.આઈ. રિપોર્ટ માંગ્યો હતો અને તેમણે ઉઠાવેલા સવાલો માં આ પબ્લિક હિયરિંગ શા માટે ? લોકોની આંખોમાં ધૂળ શા માટે ? બાંધકામની મંજૂરી વગર કામ કેમ શરૂ થયું ? આવા અનેક મુદ્દાઓ અને સવાલો ઉઠાવ્યા હતા.
તો મિતલ કંપનીના શ્રીવિરાણીઍ જણાવ્યું હતું કે પ્રાથમિક સુવિધાઓ માટે કામ ચાલુ છે અન્ય કઈં બાંધકામ ચાલુ નથી નારાણ ભાઈઍ જણાવ્યું હતું કે પ્રોજેક્ટની આસપાસ 10કિમીના એરિયાનું ધ્યાન કંપનીઍ રાખવું જોઈએ ..આ પ્રોજેક્ટ થી મુન્દ્રા ની ભૂખી અને કેવડી નદીનું નદી શું થશે ? વધુમાં તેમણે જણાવ્યું કે આ સૂનાવણીમાં લોકોં ને જાણ કરવામાં આવી નથી તેથી હિયરિંગ માં પબ્લિક પણ નથી ..
કચ્છ કલેકટર રેમ્યા મોહને કહ્યું કે 10કિમી ના એરિયામાં પ્રોજેક્ટ થી કઈં નુકસાન હશે તો તેને ગંભીરતાથી લેવામાં આવશે અને પર્યાવરણીય હિતને ધ્યાને લઈ ને જ કાર્યવાહી કરાશે
નારાણભાઈઍ જણાવ્યું હતું કે આ કંપની મુન્દ્રાની લોકલ આરડી સ્કૂલ અને અન્ય સ્કૂલના છાત્રોં ને ઉપયોગી બનતી નથી અને માત્ર કાર્લૉક્સ સ્કૂલ ના છાત્રોં ને મહત્વ આપે છે. તો કલેકટર ઍ 10કિમીના એરિયામાં આવતી શાળાઓને મહત્વ આપવા સૂચના આપી હતી.
સરપંચ ધર્મેન્દ્રભાઇ જેસરે પણ શાળાઓના પ્રશ્ને દલીલો સાથે રજુઆત કરી હતી એકંદરે આ લોક સૂનાવણીમાં જરૂરી વ્યવસ્થાનો અભાવ અને સંકલન ન હોવાથી મુન્દ્રા ના તમામ પત્રકારો વોક આઉટ કરી અધ વચ્ચે થી નીકળી ગયા હતા તેમજ મુન્દ્રા ગ્રામ પંચાયત ના સરપંચ ધર્મેન્દ્રભાઇ જેસર અને ઉપસરપંચ અલ નશિર ખોજા પણ અધવચ્ચે થી નીકળી ગયા હતા આ સુનાવણી દરમ્યાન એવો આક્ષેપ હતો કે ઈ.આર.આઈ રિપોર્ટમાં કંપની વાળા નો કોઈ અભ્યાસ ન હતો ..આ સૂનાવણી માં નગર ના ભરત પાતારિયા અને ધ્રુવરાજ સિંહ ચુડાસમાઍ પણ રજૂઆતો કરી હતી