રાજસ્થાનના વેપારીને કચ્છ બોલાવી શખ્સોએ 1.70 લાખની લુંટ આચરી હોવાની ફરીયાદ બાદ ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ભચાઉ પોલીસ બે આરોપીઓને પકડી પાડ્યા, 3 ફરાર
એક સામે ચાર ગણા રૂપીયા આપવાની લાલચ આપી રાજસ્થાના વેપારીને કચ્છ બોલાવી ચાર અજાણ્યા શખ્સોએ વેપારી સાથે લુંટ કરી હતી જે મામલે ભચાઉ પોલીસ મથકે ફરીયાદ નોંધાયા બાદ તપાસમાં પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય 3 ફરાર શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. બે અઠવાડીયા પહેલા ફરીયાદી માનસિંગ ડુલદીપ શેખાવત ઉ.વ૨૮ રહે.નાગોર રાજસ્થાન વાળાને આરોપીોએ ફેક આઈ.ડી. બનાવી એકના ચાર ગણા રૂપીયા કરી આપવાની લાલચ આપી વેપારીને અંજાર બોલાવ્યો હતો અને બાદમાં ચાર શખ્સોએ રૂપીયા ૫૦૦ દ૨ની ચાર નોટો સેમ્પલ તરીકે આપી વેપારીને વિશ્વાસમા લઈ ફરીવાર ગોલ્ડન હોટલ ભચાઉના સર્વિસ રોડ પર બોલાવ્યો હતો બે શખ્સોએ પોતાની ગાડીમા બેસાડી થેલામા નોટો બતાવી જેમા ૫૦૦ના દરની બંડલોમા ઉપર તથા નીચેના ભાગે એક એક અસલ નોટ રાખી તથા વચ્ચેના ભાગમા સફેદ કાગળ રાખ્યા હતા જો કે વેપારીને શંકા જતા એકના ચાર ગણા રૂપીયા કરાવવાનીના પાડતા વેપારીને છરી બતાવી થેલામા રહેલા રૂપીયા.૧,૭૦ લાખ તથા મોબાઇલની લુંટ કરી આરોપી નાશી ગયા હતા જેની સાથે અન્ય બે શખ્સો હતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તેની આજુબાજુ જતા રસ્તા પરના તેમજ આજુબાજુના ગામના રસ્તા પરના સી.સી.ટી.વી કેમેરા ચેક કરવા સાથે ખાનગી બાતમીદાર મારફતે હકીકત મળતાં સદરહું ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાંખી કાયદેસરની કાર્યવાહી કરી છે. ભચાઉ પોલીસે ભચાઉના હશનશા કરીમશા શેખ ઉ.વ.૧૯ ૨હે મદીનાનગર ભચાઉ તથા રજાક હશનશા શેખ ઉ.વ ૧૯ ૨હે.મદીનાનગર ભચાઉ પકડી પાડ્યા છે જ્યારે તપાસમાં લુંટમાં સામેલ અન્ય ત્રણ શખ્સો સમીર લાલશા શેખ રહે.શેખ ફળીયુ અંજાર, જાવેદ શેખ રહે.શેખ ફળીયુ અંજાર,સિકંદર શેખ રહે.શેખ ફળીયુ અંજારનુ નામ ખોલ્યુ છે જેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ડી.સિસોદીયા તથા ભચાઉ પોલીસ સ્ટાફ દ્વારા કરવામા આવી હતી