Home Crime અંતે અબડાસાના ખીરસરામાંથી એ…મોટી ખનીજચોરી પકડાઇ !

અંતે અબડાસાના ખીરસરામાંથી એ…મોટી ખનીજચોરી પકડાઇ !

5426
SHARE
કચ્છના અબડાસા વિસ્તારમાં લાંબા સમયથી બેફામ ખનીજ ચોરીની ફરીયાદો ઉઠી રહી છે. જે વચ્ચે ખાણખનીજ વિભાગ અનેકવાર તપાસ માટે ગયા બાદ પરત ફરી હતી પરંતુ ખીરસરામા થતી એ ખનીજચોરી અંતે ઝપટમાં આવી છે.
અબડાસાના ખીરસરામાં લાંબા સમયથી રાત્રે બેફામ ચોરી થતી હોવાની ફરીયાદ ઉઠી રહી હતી સ્થાનીક જાગૃતો દ્રારા પણ આ અંગે વારંવાર ખાણખનીજ વિભાગને જાણ કરાઇ હતી પરંતુ તપાસ બાદ તેમાં સફળતા મળી રહી ન હતી જેને અનેક સવાલો ઉભા કર્યા હતા. તે ફરીયાદો વચ્ચે કચ્છ ખાણખનીજ વિભાગની ફલાઈંગ સ્કવોર્ડની ટીમે મંગળવારે મોડી રાતે સપાટો બોલાવ્યો હતો અને ખનીજચોરીમાં ઉપયોગમાં લેવાયેલ ૪ ટ્રકો, બે એકસકેવેટર મશીન કબ્જે કર્યુ હતુ કરોડના મુદામાલ જપ્ત કરી પોલીસ મથકે સોપવામાં આવ્યા હતા. બનાવની વિગતે વાત કરીએ કલેક્ટરની સુચનાથી ફ્લાઈંગ સક્વોર્ડ ભુજ તથા ખાણખનીજ વિભાગની સંયુક્ત તપાસટીમ દ્વારા બુધવારે રાત્રના ખાનગી વાહનોમાં અબડાસા તાલુકાના ખીરસરા ગામે આકસ્મીક તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમ્યાન બેન્ટોનાઈટ ખનિજનું ગેરકાયદેસર ખનન કરતા બે એકસકેવેટર મશીન તથા ગેરકાયદે રીતે બેન્ટનાઈટ ખનિજ વહન કરવા ઉપયોગમાં લેવાતા 4 ટ્રક પકડી પડાયા હતા. એક ટ્રકમાં આશરે 25 મે. ટન બેન્ટનાઈટ ખનિજ ગેરકાયદેસર જથ્થો પણ મળી આવ્યો હતો સંયુકત તપાસ ટીમ દ્વારા તમામ વાહનો સીઝ કરી કોઠારા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે સાથે જે વિસ્તારમાંથી ખનીજ ચોરી પકડાઇ છે. ત્યા બેન્ટનાઈટ ખનિજના ગેરકાયદે ખોદકામની માપણી હાથ ધરવામાં આવી છે.જે બાબતે માપણી સહિતની કાર્યવાહી બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે પરંતુ આ વિસ્તારમાં થતી ખનીજ ચોરી અંતે પકડાઇ છે. જો કે હવે જોવુ એ અગત્યનુ રહેશે કે ડ્રાઇવર સહિતના લોકો સુધીજ આ તપાસ સમિતી રહે છે કે પછી તેમાં ઉંડી તપાસ કરી તેમાં સંડોવાયેલા લોકો સુધી તપાસ થાય છે.આ વિસ્તારમાં ખનીજ ચોરી થતી હોવાની ફરીયાદ સ્થાનીક જાગૃતો દ્રારા ધણા સમય પહેલા ખાણખનીજ વિભાગને કરાઇ હતી તો ફરીયાદ બાદ ખનીજ માફીયાઓ દ્રારા ધાકધમકી સહિતની અરજી પણ પોલીસ મથકમાં કરવામા આવી હતી ત્યારે રાત્રના અંધારામાં કિંમતી ખનીજની બેફામ ચોરીનો મામલો અંતે ઝડપાયો છે. જો કે ખાણખનીજ વિભાગના દરોડા પહેલા આરોપીઓ વાહન છોડી નાશી જવામાં સફળ રહ્યા હતા.
ચોથા પ્રયત્ન પછી મળી સફળતા
ખાણખનીજ વિભાગ દ્રારા આ વિસ્તારમાં ખનીજચોરીની ફરીયાદ બાદ લગભગ 4 વખત ખનીજ ચોરી પકડવા માટે દરોડો પડાયો હતો પરંતુ તેમાં સફળતા ન મળી હતી ખાણખનીજ વિભાગ ફ્લાઇંગ સ્કોડના અધિકારીને આ અંગે પુછાતા તેઓએ જણાવ્યુ હતુ કે ફરીયાદ લાંબા સમયથી હતી અને 3થી વધુ વખત કાર્યવાહી માટે ટીમ ગઇ હતી પરંતુ વાહનો લઇ નાશી જવાના તથા તપાસ ટીમ માટે અવરોધ થાય તેવી પ્રવૃતિને કારણે ખનીજ ચોરી પકડવામાં સફળતા મળી ન હતી અને વાહનો ન પકડાયા હોવાથી ખાડાની માપણી કરવામાં આવી ન હતી જો કે હવે આ કામગીરી કરવામાં આવશે ગઇકાલ રાતથી ખાણખનીજ વિભાગ અહી કામગીરી કરી રહ્યુ છે જે હજુ પણ યથાવત છે તો ગાડી નંબરના આધારે ખનીજ ચોરો સુધી પહોંચવા માટેની કાર્યવાહી અંગે પણ તેઓએ વાત કરી હતી.
કચ્છમાં ખનીજ માફીયા કેટલા બેફામ છે તે આ ધટના પરથી સાબિત થાય છે કેમકે અગાઉ પણ આ વિસ્તારમાં ખનીજ ચોરી પકડવાના પ્રયત્નો નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા ત્યારે ખનીજ ચોરી પકડવાની જે રીતે હિંમત કરાઇ તે રીતે હવે તેમાં સંડોવાયેલા મુળ ખનીજ ચોર સુધી પણ પહોંચે…..