ચુંટણી જીતાડવાથી રાજકીય ખેલ પાડવામા મનિષા સક્રિય રહી અને મોત સુધી પીછો ન મુક્યો
જર જમીન અને જોરુ આ ત્રણે કજીયાના છોરુ।.. આ કહેવત આપણે અનેક કિસ્સાઓમા સાંભળીએ છીએ પરંતુ જેન્તીભાઇ આ તમામ બાબતોમાં પગ રાખી બેઠા હતા. અને તેથીજ સંમયાતરે વિવાદ, કુદરતી થપાટો અને ક્યાંક રાજકીય ઉંચાઇ તેમના સાથેજ રહી પરંતુ એક વ્યક્તિ એવી હતી જે પહેલાથી તેની સાથે ગાઢ રીતે જોડાયેલી હતી અને છેલ્લે મોત માટે પણ તેજ નીમીત બની અને તે હતી મનિષા ગોસ્વામી, નખત્રાણાના ધાવડા ગામની મનિષા સાથે જેન્તીભાઇના પારીવારિક સંબધો હતા જો કે તેના નજીકના લોકો સિવાય બહુ ઓછા લોકોને ખ્યાલ હતો કે જેન્તીભાઇ અને મનિષા વચ્ચે શુ સબંધ છે? જો કે 2018માં છબીલભાઇ અને જેન્તીભાઇ વચ્ચે રાજકીય લડાઇ ચરમસીએ હતી ત્યારેજ 10 કરોડની ખંડણી કેસથી મનિષા લાઇમલાઇટમાં આવી અને તે પછી જેન્તીભાઇ અને મનિષાના સંબધોની અનેક ચર્ચા થતી રહી એક સમયે ચુંટણી જીતાડવા માટે દિવસ રાત એક કરવા સાથે મનિષા અને જેન્તીભાઇના સંબધો ગાઢ રહ્યા છે. અને છેલ્લે અનેક વિવાદો પછી તેમના વચ્ચે સમાધાન અણી પર હતુ પરંતુ હવે જ્યારે છબીલભાઇ અને મનિષાની હત્યાકેસમા ભુમીકા ખુલી છે. ત્યારે એ સવાલ ચોક્કસ થાય કે એવુ શુ થયુ કે મનિષા જેન્તીભાઇની હત્યા માટે તૈયાર થઇ ગઇ?
હત્યાના બે દિવસ પહેલા કચ્છમા રહેલી મનિષા કેમ પોલિસ પકડથી દુર?
આંતકી હુમલા સહિતના મોટા ઇનપુટ મેળવી રાજ્ય બહાર પણ મહત્વના કેસોની તપાસ માટે જતી ગુજરાતની બાહોશ પોલિસ અને તેની ગુપ્તચર એજન્સી જેન્તીભાઇની હત્યાના પ્લાનીંગથી તો અજાણ રહી જ પરંતુ આજે જેન્તીભાઇની હત્યાના 17 દિવસ બાદ પ્રથમવાર કેસની માહિતી માટે સામે આવેલી પોલિસે છબીલ પટેલ સાથે ધંધાકીય ભાગીદારી ધરાવતા બે શખ્સોની ધરપકડની સત્તાવારણ જાણકારી સાથે મનિષા ગોસ્વામી-સુરજિત ભાઉ અને છબીલ પટેલની સંડોવણી અંગે જાહેરાત કરી પરંતુ છબીલભાઇ વિદેશ પલાયન થઇ ગયા છે. જ્યારે મનિષા ક્યાં છે? તેનો પત્તો ન હોવાનુ પોલીસે જણાવ્યુ હવે સવાલ એ છે કે જો મનિષા ગુજરાત કે ભારતમા છે અને હત્યાના 17 દિવસ બાદ પણ પોલિસ પકડથી દુર છે તો છબીલભાઇ સુધી પોલિસ કેમ પહોંચશે? ટેકનોલોજી સહિત બાહોશ અધિકારીઓથી ભરપુર સીટની ટીમ મનિષાને હવે ક્યારે દબોચી શકશે?
સમાધાન લગભગ નિશ્ચિત હતુ તો એવુ શુ થયુ કે વાત વણસી ગઇ?
નિષ્પક્ષ અને સચોટ તપાસની વાત કરતી તપાસ એજન્સી ભલે તપાસનુ હિત આગળ ધરી વધુ કઇ કહેવા તૈયાર નથી. પરંતુ ચોક્કસ જેમ-જેમ તપાસ આગળ વધશે તેમ તેમ અનેક ચોકાવનારા ખુલાસાઓ સામે આવશે તે નક્કી છે. પરંતુ સવાલ અહી એ છે કે 2018મા 10 કરોડની ખંડણી માંગવાના પ્રકરણ પછી જેન્તીભાઇ સામે સુરતની યુવતીએ ફરીયાદ કરી અને તે કેસ પુર્ણ થયા બાદ જેન્તીભાઇ,છબીલભાઇ અને મનિષા તમામ વચ્ચે સમાધાનની વાતો વહેતી થઇ હતી અને તેને અનેક જગ્યાએ પુષ્ટિ મળી હતી. અને જામીન મુક્ત થયા બાદ પણ મનિષા અને જેન્તીભાઇ સંબધો સુધારવા માટે તૈયાર હતા થોડા સમય પહેલાજ મનિષાના એક પ્રસંગ સમયે જેન્તીભાઇ તરફથી મોંઘી ભેટ પણ મનીષાને મોકલાઇ હોવાનો દાવો સુત્રોએ કર્યો છે. તો એવુ શુ થયુ કે મનિષા જેન્તીભાઇની હત્યા કરવા માટે છબીલભાઇ સાથે મળીને તૈયાર થઇ?
પોલિસ ભલે મગનુ નામ મરી ન પાડે પણ હત્યાના આ કારણો પણ હોઇ શકે
આમતો આવી વાતો ક્યારે બહાર ન આવત અને જેમ નલિયાકાંડ પર પડદો નાંખવાનો પ્રયત્ન થયો હતો તેમ મનિષા ગોસ્વામી અને જેન્તીભાઇના કિસ્સામા પણ આવુજ કઇક થાત પરંતુ મનિષા સામે 10 કરોડની ખંડણીની ફરીયાદ પછી મનિષાએ પણ અનેક આરોપો જેન્તીભાઇ સામે લગાવ્યા તો અબડાસાથી લઇ ગુજરાતના રાજકારણમા સીડીકાંડે ચર્ચા સર્જિ કરોડો રૂપીયાની જમીન ભેટમા આપ્યા બાદ તેના પર કબ્જા સહિતના તરકટો પણ થયા અને સરકારી અધિકારીઓને ફસાવવા સહિતની વાતો વહેતી થઇ જેમાં મુળ વાત હતી પૈસાની ભાગબટાઇની અને તે છેલ્લે મીટીંગ સાથે પુર્ણ થવાની ઘડીઓ ગણાતી હતી અને અચાનક 7 જાન્યુઆરીના રાત્રે જેન્તીભાઈની હત્યા થઇ અને હવે મનિષાની ભુમીકા સામે આવી જો કે હત્યાના ચોક્કસ કારણ તો મનિષા ઝડપાયા બાદ બહાર આવશે પણ એટલું ચોક્કસ કહી શકાય કે આ પ્રકરણ રાજકારણમાં આવનારા સમયમાં ચર્ચાસ્પદ મુદ્દો બનશે રાજકીય મોટાગજાના બે નેતાની લડાઇથી પાર્ટી પણ પરેશાન હતી પાર્ટીના સંકેત બાદ સમાધાન ની વાતો વચ્ચે બનેલી આ ઘટનાના મૂળમાં ઘણું બધું હોઈ શકે માત્ર હત્યારાઓ પકડવાથી કડીઓ ચોક્કસ મળશે પણ હત્યાના કાવત્રા પાછળનું રહસ્ય તો મનિષા અને છબીલભાઇ ન ઝડપાય ત્યા સુધી અકબંધ છે હવે જોવાનું એ છે કે આ રહસ્યનો પડદો પોલીસ ક્યારે ઊંચકે છે?