Home Current ભુજમાં આ સિઝનનું સૌથી નીચું તાપમાન – હજી ઠંડી વધશે?

ભુજમાં આ સિઝનનું સૌથી નીચું તાપમાન – હજી ઠંડી વધશે?

1848
SHARE
એક બાજુ જેન્તી ભાનુશાલીની હત્યા પ્રકરણમાં છબીલ પટેલનું નામ ખુલતા જ કચ્છનો રાજકીય માહોલ ગરમાયો છે. બીજી બાજુ,હવામાનનો પારો ગગડતાં કચ્છમાં ઠંડી વધી છે. અત્યારે ૨૬ જાન્યુઆરી પ્રજાસતાક પર્વને કારણે ફરી એક વાર બે ત્રણ દિવસની રજાઓ આવી રહી છે. ત્યારે કચ્છ આવતા પ્રવાસીઓ માટે ઠંડકના માહોલે કચ્છને કાશ્મીર બનાવી દીધું છે. જોકે, ઠંડી વધવાના કારણે સ્થાનિક જનજીવન ઉપર તેની અસર પડી છે. સવાર અને રાત ઠરતી હોઈ લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ઠંડી થી બચવા લોકો ગરમ કપડાનો આશરો લઈ રહ્યા છે તો રાત્રે અને વહેલી સવારે તાપણું કરી ઠંડી ઉડાડી રહ્યા છે.

ભુજ માં સિઝન નું નીચું તાપમાન!! જાણો કેવી રહેશે ઠંડી ની અસર…

આજે ઠંડીની વાત કરીએ તો ભુજમાં આ વખતે આ સિઝનનું નીચું તાપમાન નોંધાયું છે. આજે ભુજનું તાપમાન ૧૦.૪ ડિગ્રી રહ્યું છે. જ્યારે સૌથી વધુ ઠંડા રહેતા નલિયાનું તાપમાન આજે ૯ ડિગ્રી નોંધાયું છે. આમ, ભુજમાં ઠંડીની અસર વધુ પ્રબળ બની છે. છેલ્લા બે ત્રણ દિવસ થી જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. કચ્છ જિલ્લાના હવામાન વિભાગના વડા રાકેશકુમારે ન્યૂઝ4કચ્છ ને આપેલી માહિતિ મુજબ ઠંડી વધવાનું કારણ કચ્છમાં ફૂંકાઈ રહેલા ઉત્તરીય પૂર્વી પવનની અસર છે. આપણી પાસે કચ્છ માં શિયાળામાં ઉત્તરીય પવનો નોર્થ ઇસ્ટ વિન્ડની અસર વર્તાય છે, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ માં બરફ વર્ષા અને બરફ નું તોફાન વધતા તેની અસર કચ્છના તાપમાન પર પડી છે એટલે ઠંડી વધી છે. હવામાન કચેરી ના જણાવ્યા પ્રમાણે હજી પણ ચારેક દિવસ સુધી ‘ઠાર’ વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બરન્સના કારણે અરબી સમુદ્ર માં હવાનું દબાણ વધતા તેની અસર પણ હવામાન ઉપર પડી છે. કચ્છ આવતા પ્રવાસીઓ ઠંડીના કારણે ગરમ કપડાં પૂરતા પ્રમાણમાં લઈ આવે તે હિતાવહ છે.