કચ્છના બહુચર્ચીત એવા જેન્તીભાઇ ભાનુશાળી મર્ડર મીસ્ટ્રીના 17 દિવસ બાદ પોલિસે મોટો ધડાકો કર્યો હતો અને રાજકીય દ્વેષ અને પૈસાની લેતીદેતી મામલે છબીલ પટેલ અને મનિષા ગોસ્વામીએ જ જેન્તીભાઇની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ કર્યો જો કે કેસના મુખ્ય સુત્રધાર એવા છબીલ પટેલ વિદેશ ભાગી ગયા છે. જ્યારે મનિષા ગુજરાતની બાહોશ પોલિસ અધિકારીઓની રડારમાં નથી તેવામાં આ કેસમાં ઝડપાયેલી પ્રથમ કડી એવા છબીલભાઇના ધંધાકીય ભાગીદાર અને રેલડી સ્થિત નારાયણ ફાર્મના સંચાલક નિતીન પટેલ અને રાહુલ પટેલને આજે ભચાઉની કોર્ટમાં રીમાન્ડની માંગણી સાથે રજુ કરાયા હતા. વિશાળ પોલિસ કાફલા સાથે પ્રથમ તેને ગાંધીધામ રેલ્વે પોલિસ મથકે લઇ જવાયા હતા અને ત્યારબાદ મેડીકલ સહિતની જરૂરી કાર્યવાહી પુર્ણ કરી ભચાઉ કોર્ટમાં 14 દિવસના રીમાન્ડની માંગણી સાથે રજુ કરાયા હતા. હત્યાકાંડમાં અન્ય 4 મુખ્ય ભેજાબાજો હજુ પોલિસની પકડમાં નથી આવ્યા તેવામાં નિતીન રાહુલની પુછપરછમાં ચોક્કસ અન્ય લોકોની સંડોવણી અને ભુમીકા અંગે રીમાન્ડ દરમ્યાન પોલિસ મહત્વની માહિતી એકઠી કરી શકશે.
પોલીસ આ સવાલોના જવાબ મેળવશે રીમાન્ડ દરમ્યાન
-છબીલ પટેલની ભાગીદારી ધરાવતા નારાયણ ફાર્મમાં સમગ્ર હત્યાકાંડનો પ્લાન ઘડાયો ત્યારે કોણકોણ ત્યા હાજર હતુ?
-શાર્પશુટરો અહી કેટલા દિવસ રોકાયા હતા અને તે દિવસોમાં શુ ગતિવીધી ફાર્મહાઉસ ખાતે થઇ હતી?
-જેન્તીભાઇના હત્યાકાંડ વિષે વાડીમાંજ રહેતા નિતીન અને રાહુલ કેટલુ જાણે છે અને તેમની શુ ભુમીકા હતી?
-શુ મીટીંગ સમયે છબીલ પટેલ મનિષા ગોસ્વામી સિવાય સુર્જીત ભાઉ સાથેના અન્ય શાર્પશુટર સિવાયની કોઇ વ્યક્તિ આવી હતી?
-શુ શાર્પશુટરોના રોકાણ દરમ્યાન અન્ય કોઇ શંકાસ્પદ વ્યક્તિ સાથે ફોન થયા હતા કે વાત થઇ હતી?
-રાહુલ અને નિતીન સાથે હત્યાકાંડ વિષે છબીલભાઇએ ફોન અથવા રૂબરૂ શુ વાત કરી હતી?
-રાહુલ અને નિતીને કયા ફાયદા માટે આવા ગંભીર ગુન્હામાં મદદગારી માટે તૈયારી દર્શાવી?
-છબીલ પટેલ, સુર્જીતભાઉ, મનિષા અને બે શાર્પશુટરોએ કેટલીવાર અને ક્યારે મુલાકાત લઇ ફાર્મ હાઉસમાં શુ ગતીવિધી કરી?
શુ રાહુલ અને નિતીન સંપુર્ણ હત્યાકાંડના પ્લાનીંગ વિષે જાણતા હતા?
ઘટનાનુ રીકન્સ્ટ્રકશન અને પંચનામુ કરાશે
આજે સવારથી જ વિશાળ કાફલા અને અનુભવી અધિકારીઓની ટીમ સાથે કચ્છ આવેલી સીટની ટીમ સાથે સ્થાનીક પોલિસ પણ જોડાઇ હતી સવારે ગાંધીધામ રેલ્વે પોલિસ મથક અને ત્યાર બાદ ભચાઉ કોર્ટમાં રીમાન્ડની કામગીરી બાદ રાહુલ અને નિતીન સાથે સીટની ટીમ નારાયણ ફાર્મ તપાસ માટે જશે આમતો આ સ્થળ તપાસ ઔપચારીક છે પરંતુ મજબુત પુરાવા એકઠા કરવા માટે સીટની ટીમ રાહુલ અને નીતીનને સાથે રાખી સ્થાનીક પંચનામા સહિત હત્યાના ષડયંત્ર સમયની ઘટનાનુ રીક્સ્ટ્રકશન કરશે કચ્છનાજ નેતાની હત્યાનુ કાવત્રુ જ્યા રચાયુ તે વાડીના બે સંચાલકો અને છબીલભાઇની ધંધાકીય નીકટ એવા રાહુલ નિતીનની ધરપકડ કરાઇ છે પરંતુ તેની ભુમીકા અંગે હજુ કોઇ મહત્વની માહિતી પોલિસ ઓકાવી શકી નથી તેવામા રાહુલ નીતીનના રીમાન્ડ દરમ્યાન તે બન્નેની ભુમીકા સહિત વાડીમાં હત્યા પહેલાની ખાસ મીટીંગમા શુ થયુ હતુ તેની ઝીણામાં ઝીણી વિગતો એજન્સી ઓકાવી અન્ય હત્યારા સુધી પહોંચવાનો ગાળિયો તૈયાર કરશે.