(ભુજ) સમગ્ર કચ્છ માં રાજકીય ખળભળાટ સાથે ચર્ચા જગાવનારા નીતા રાજગોર આત્મહત્યા પ્રકરણ માં નવો જ વળાંક આવ્યો છે. પહેલા ટ્રેન ની હડફેટે આવી ગયા ની વાત તેની વચ્ચે સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો ઉપરાંત વહેલી સવારે માસિયાઈ દીયર સાથે ફરવા જવાની ઘટના ને પગલે શરૂઆત થી જ ચર્ચા માં રહેનાર આ કિસ્સો વધુ હાઈ પ્રોફાઈલ બન્યો તેનું કારણ નીતા રાજગોરે આત્મહત્યા કર્યા નું પોલીસે જાહેર કર્યું. જોકે અનેક તથ્યો ની અણદેખી કરવાના કારણે આ આખાય મામલા માં પોલીસે કરેલી તપાસ અને રાજકીય દબાણ મીડિયા માં અને લોકો માં ચર્ચા નું કારણ બન્યું હતું. વિકાસ રાજગોર જેવા નાની ઉમર માં સફળ બનેલા રાજકીય આગેવાન ની પત્ની નીતા રાજગોર ના આત્મહત્યા નું કારણ સતત ઘૂંટાતું રહ્યું.તે વચ્ચે ઘાયલ દિયર 22 વર્ષીય આનંદ જોશી નું પ્રાથમિક નિવેદન પણ ચર્ચા માં રહ્યું અને આ કિસ્સા માં કાંઈ બીજી નવાજુની ના એંધાણ દર્શાવતું રહ્યું. જોકે પોલીસ આ કિસ્સા માં વધુ તપાસ હાથ ધરે અને આનંદ જોશી નું સત્તાવાર કઈ નિવેદન આવે તે પહેલાં જ આ કેસ ની શરૂઆત થઈ જ તપાસ કરતા ભચાઉ ના પીએસઆઇ આર.એમ ઝાલા ની એકાએક કંડલા મેરિન પોલીસ સ્ટેશન માં બદલી કરી દેવાઈ છે. જોકે આ બદલી ને રૂટિન ગણાવાઈ રહી છે પણ જોગાનુજોગ આ કિસ્સા બાદ થયેલી બદલી એ સર્જેલી ચર્ચા કાંઈ બીજો જ ઈશારો કરી જાય છે.