(ભુજ) ભુજ માં ગેરકાયદે બાંધકામ અંગે ભાડા કચેરી દ્વારા કરતી અણદેખી અને નિષ્ક્રિયતા સંદર્ભે આરટીઆઇ કાર્યકર્તા દતેશ ભાવસારે સોમવારે કલેક્ટર કચેરી સામે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.આજે 11 વાગ્યે ભુજ સર્કિટ હાઉસ પાસે કેરોસીન લઈને પહોંચેલા દતેશ ભાવસાર ની માહિતી પોલીસ ને મળી હતી. પહેલાથી જ એલર્ટ બની ગયેલી LCB પોલીસે દતેશ ભાવસાર ની અટકાયત કરી લીધી છે