Home Crime છબીલભાઈએ જ્યંતીભાઈની હત્યા માટે 30 લાખ આપ્યા હતા : બન્ને શાર્પ શૂટરની...

છબીલભાઈએ જ્યંતીભાઈની હત્યા માટે 30 લાખ આપ્યા હતા : બન્ને શાર્પ શૂટરની કબૂલાત

3383
SHARE
કચ્છ સહિત રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા જયંતિ ભાનુશાળી હત્યા પ્રકરણના સૂત્રધાર મનાતા છબીલ પટેલની ભૂમિકા હવે મજબૂત રીતે સ્પષ્ટ થઈ છે એવો સંકેત પોલીસે આપી દીધો છે છબીલ પટેલની વિદેશથી વહેતી થયેલી ઓડીઓ ક્લિપ બાદ બે શાર્પ શુટરને પોલીસે સાપુતારાના ગેસ્ટ હાઉસમાંથી ઝડપ્યા બાદ રવિવારે સી.આઈ.ડી. ક્રાઇમના ડી.જી.પી આશિષ ભાટિયાએ મીડિયા સમક્ષ આ હત્યાને લગતી તપાસ અને ઝડપાયેલા બન્ને શાર્પ શૂટર શશીકાંત કામ્બલે અને અનવર શેખે હત્યાને કેવી રીતે અંજામ આપ્યો તેની પ્રાથમિક વિગતો આપી હતી તેમણે જણાવ્યું હતું કે, ઝડપાયેલા શાર્પશૂટરો પાસેથી કેસ મુદ્દે કેટલીક મહત્વની માહિતી બહાર આવી છે જેમાં છબીલ પટેલે ભાનુશાળીની હત્યા માટે સોપારી આપી હતી, જેમાં 30 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. છબીલ પટેલનો પુનામાં રહેતા તેમના ઓળખીતા મારફતે શશીકાન્તનો સંપર્ક થયો હતો, હત્યાના બે મહિના પહેલા છબીલ પટેલે આ શાર્પશૂટરો સાથે મુંબઈમાં મીટિંગ કરી હતી અને ત્યાર બાદ શશીકાન્ત પુનાથી અમદાવાદ ત્રણ વખત આવ્યો હતો છબીલ પટેલે શશીકાન્તને પહેલા ભાનુશાળીનું ઘર બતાવ્યું હતું પરંતુ ભાનુશાળીનું ઘર ગીચ વિસ્તારમાં હોવાથી હત્યા કરવી શક્ય ન જણાતા ટ્રેનમાં હત્યા કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. ડીજી આશિષ ભાટીયાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે છબીલ પટેલે આરોપીઓને કચ્છ રેલ્વે સ્ટેશન અને નારાયણ ફાર્મ બતાવ્યું જ્યાં શાર્પશૂટર રોકાઈને રેકી કર્યા બાદ પુના ગયો હતો ત્યાર બાદ ફરી તે અમદાવાદ આવ્યો અને તેને ભુજથી સામખીયાળી સુધીમાં કામ પુરૂ કરવાનું કહેવામાં આવ્યું. શશીકાન્તે ટ્રેનમાં બેસી પહેલા રેકી કરી, કોચના દરવાજા ક્યારે બંધ થાય છે? ક્યારે ખુલે છે? ત્યારબાદ 27 ડિસેમ્બરે છબીલ પટેલે શાર્પ શૂટર શશિકાન્તને બોલાવ્યો હતો અને હત્યાને અંજામ આપવાના પ્લાન પહેલા અનવર શેખે હથીયારની વ્યવસ્થા કરી આપી. અને શશીકાન્ત 7થી 8 દિવસ ભુજમાં રહ્યો. પહેલા 31 ડિસેમ્બરે કામ કરવાનું હતું, પરંતુ પૂરતી માહિતી ન મળતા પ્લાન બદલી નખાયો આ અંજામ માટે આરોપીઓને એડવાન્સમાં છબીલ પટેલે 5 લાખ રૂપિયા આપ્યા હતા જેમાંથી હથિયાર ખરીદાયું હતું બાઈકની વ્યવસ્થા પણ છબીલ પટેલે કરી આપી હતી અને હત્યાના દિવસે બંને શાર્પશૂટર ટ્રેનમાં પહોંચી ગયા જ્યાં જયંતિ ભાનુશાળીની ઓળખ કર્યા બાદ ટ્રેનના ટોયલેટમાં ગન લોડ કરી હતી અને પ્રથમ ફાયરિંગ અનવરે કર્યું હતું ત્યારબાદ બંને શાર્પશૂટર હત્યાને અંજામ આપ્યા બાદ ટ્રેનનું પૂલિંગ કર્યું હતું અને ફરાર થઇ ગયા હતા.
ઝડપાયેલા આરોપીનો ઇતિહાસ ગુનાહિત હોવાનું જણાવતા પોલીસે હવે છબીલ પટેલને ઝડપવાની દિશામાં તપાસ તેજ કરી છે જોકે આ સમગ્ર કિસ્સામાં જેમની સામે ફરિયાદ થઈ છે એ પૈકીના કોઈ આરોપી હજુ પોલીસ સમક્ષ આવ્યા નથી પરંતુ મુખ્ય સૂત્રધાર મનાતા છબીલ પટેલની ભૂમિકા પર કેન્દ્રિત થયેલી તપાસમાં હત્યા અને હત્યારા સુધી પોલીસ પહોંચી છે ત્યારે આ હત્યાના કાવતરામાં અન્ય લોકોની સંડોવણી છે કે નહીં એ તો છબીલ પટેલ ઝડપાય પછી બહાર આવશે પોલીસે ઝડપાયેલા હત્યારા આરોપીઓના રિમાન્ડ સહિત છબીલ પટેલ સામે કાયદાનો સકંજો મજબૂત કર્યો છે તેમની ધરપકડના વોરન્ટ બાદ પણ તેઓ હાજર નહીં થાય તો તેમની મિલ્કતો પણ ટાંચમાં લેવા પોલીસ કાર્યવાહી કરશે.