અબડાસાના નાનકડા એવા ગામમાં બનેલા ડબલ હત્યાકેસમાં અંતે પોલિસે ચાર શખ્સોની વિધીવત ધરપકડ કરી છે એક સગીરા અને યુવાનની વરાડીયા વાડી વિસ્તારમાંથી લાશ મળી હતી બન્ને એકજ સમાજ અને એકજ ગામના હોવાથી પોલિસ એવુ માનતી હતી કે ઝડપથી ગુન્હો ઉકેલાઇ જશે પરંતુ પ્રાથમીક તપાસમા પોલિસને કોઇ મહત્વની કડી ન મળતા પોલિસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી જેમાં આજે વિવિધ તપાસના અંતે કોઠારા પોલિસે ચાર શખ્સોની વિધીવત ધરપકડ કરી છે પોલિસે કરેલી પ્રાથમીક તપાસમાં સગીરા અને પાંચ બાળકોના પિતા એવા શખ્સ સાથેના સંબધો પંસદ ન હોઇ સગીરાના કૌટુબીંક ભાઇએજ તેના સાગરીતો સાથે હત્યાનો પ્લાન બનાવ્યો હતો જેનો ભેદ ઉકેલી પોલિસે ચાર શખ્સોની ધરપકડ કરી છે.
સગીરા અને યુવક વચ્ચેનો સંબધ ભાઇને પસંદ ન હતો
મૃતક સગીરા રૂકશાના ઇબ્રાહીમ મંધરા અને યુવક ઇશાક આમદ મંધરા વચ્ચે ઘણા લાંબા સમયથી સંબધ હતો જે તેના ભાઇને પંસદ ન હતો અને અવારનવાર સમાજમાં બદનામી સહિતની દલીલો સાથે મૃતક ઇશાકને રૂકશાનાના કૌટુંબીક ભાઇએ સમજાવ્યો હતો પરંતુ તેનુ કોઇ પરિણામ ન આવતા સુલેમાન હસન મંધરાએ હત્યાનો પ્લાન બનાવ્યો હતો જેમાં સલીમ ઉંમર મંધરા લતીફ શાહ ઉર્ફે અધાયો કાસમ પીરઝાદા અને સલિમ મુસા મેમણે મદદ કરી હતી જેમાં મુખ્ય હત્યાનો પ્લાન સુલેમાન અને લતિફે ઘડ્યો હતો પોલિસે ફોન ડીટેઇલના આધારે તપાસ કરી હતી જેમા મોકાનો લાભ લઇ સુલેમાન અને તેના સાગરીતે પહેલા એકલી વાડીએ આવેલી સગીરા અને ત્યાર બાદ તેને મળવા આવેલા યુવકની હત્યા નીપજાવી ત્યાથી ફરાર થઇ ગયા પરંતુ પોલિસે તપાસ બાદ તેની ધરપકડ કરી છે.
નાનકડા એવા ગામમાં પહેલા પ્રેમ પ્રકરણ અને ત્યાર બાદ હત્યાનો આ મામલો ચર્ચામા હતો અને તેનો ભેદ ઉકેલવાનો પણ પોલીસ માટે પડકાર હતો જેમાં ચાર દિવસે પોલિસને સફળતા હાથ લાગી છે બેવડી હત્યાના ચર્ચાસ્પદ કિસ્સામા કોઠારા પોલિસ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત અન્ય એજન્સીઓ પણ કામ કરી રહી હતી પોલિસ ઝડપાયેલા ચાર શખ્સોને રીમાન્ડની માંગણી સાથે રજુ કરશે અને હત્યામાં અન્ય કોઇ સંડોવાયેલ છે કે કેમ તેની તપાસ સાથે સંપુર્ણ હત્યાકાંડનુ રીકન્સ્ટ્રકશન કરશે.