Home Current કચ્છ-મોરબી લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે નરેશ મહેશ્વરીના નામની જાહેરાત

કચ્છ-મોરબી લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે નરેશ મહેશ્વરીના નામની જાહેરાત

1441
SHARE
લોકસભા ૨૦૧૯ ની ચૂંટણીમાં મોરબી કચ્છ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે નરેશ મહેશ્વરીનું નામ આજે સતાવાર રીતે જાહેર કરી દેવાયું છે. એઆઇસીસી દ્વારા ગુજરાતની લોકસભા બેઠકો પરના સૌરાષ્ટ્ર કચ્છના કોંગ્રેસના ઉમેદવારોના નામની મોડી જાહેરાત કરાઈ છે. તે અંતર્ગત મોરબી કચ્છ બેઠક માટે અંતે ધારણા મુજબ જ નરેશ મહેશ્વરીનું નામ જાહેર કરાયું છે. જોકે, એક તબક્કે જીજ્ઞેશ મેવાણી (વડગામ) કોંગ્રેસના ટેકા સાથે ચૂંટણી લડે તેવી ચર્ચા હતી. પણ, રવિવારે કચ્છ કોંગ્રેસની વિસ્તૃત કારોબારીમાં ઝોન પ્રભારી અને ધારાસભ્ય પ્રવિણ મારૂ અને કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ ન્યૂઝ4કચ્છને સ્પષ્ટ જણાવ્યું હતું કે, લોકસભાના ઉમેદવાર સ્થાનિક ના જ હશે. ત્યારે પણ થતી ચર્ચા મુજબ નરેશ મહેશ્વરી ઉપર જ પસંદગીનો કળશ ઢોળાવવાનું નિશ્ચિત હતું. પ્રદેશ કોંગ્રેસના આગેવાનો નવલસિંહ જાડેજા, રવિન્દ્ર ત્રવાડી, જુમાભાઈ રાયમા સહિતના આગેવાનોએ વાતચીત દરમ્યાન એમના નામનો સંકેત આપી દીધો હતો. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીની રાજકીય કેરિયરની વાત કરીએ તો, કચ્છ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. મૂળ માધાપર ભુજના નરેશ મહેશ્વરી યુવા વય થી જ કોંગ્રેસના કાર્યકર તરીકે કાર્યરત છે. છેલ્લા ૨ દાયકા કરતાંયે વધુ સમયથી કચ્છ કોંગ્રેસના કાર્યકર્તા તરીકેનો દીર્ઘ અનુભવ ધરાવે છે. કચ્છ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળમાં કચ્છની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો, નગરપાલિકા અને વિધાનસભાની ચૂંટણીઓ લડાઈ ચુકી હોઈ તેમની પાસે પૂર્વ જિલ્લા પ્રમુખ તરીકે ચૂંટણી લડવા અંગેનો સારો એવો અનુભવ છે. તેમના નેતૃત્વમાં કોંગ્રેસે કચ્છમાં બે વિધાનસભા બેઠકો પણ જીતી છે.