Home Crime હમીદ ભટ્ટી ઉપર તલવાર,છરી,ધોકા વડે ઘાતક હુમલો – તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ચુસ્ત...

હમીદ ભટ્ટી ઉપર તલવાર,છરી,ધોકા વડે ઘાતક હુમલો – તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

7419
SHARE
ભુજના પૂર્વ નગરસેવક હમીદ ભટ્ટી ઉપર જીવલેણ હુમલાની ઘટનાએ ચકચાર સર્જી છે હમીદ ભટ્ટી ઉપર હુમલાનો બનાવ બપોરે બાર વાગ્યાના અરસામાં બન્યો હતો કચ્છ યુનિવર્સિટીમાં એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપીને પાછા વળી રહેલા હમીદ ભટ્ટી ઉપર કચ્છ યુનિવર્સિટીના પ્રાંગણ માંજ બે ગાડીઓમાં આવેલા ૧૫ જેટલા શખ્સોએ તલવાર, છરી અને ધોકા સહિતના ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો જોકે, હમીદે સામનો કરવાનો પ્રયાસ કર્યો પણ હુમલો ઘાતક હતો અને થોડી વારમાંજ તે લોહીલુહાણ થઈ ગયા હતા યુનિવર્સિટીમાં થયેલી ધડબડાટીને પગલે દોડધામ સાથે હો હા મચી જતા હુમલાખોરો રવાના થઈ ગયા હતા પણ, હુમલાની આ ઘટનાને પગલે હમીદ ભટ્ટીની કારને પણ નુકસાન થયું હતું, તો હુમલો થયો ત્યાં લોહીના ધબ્બા સાથે લોહી એકઠું થઈ ગયું હતું સ્થળ ઉપર છરી અને હમીદની ગાડીમાં તલવાર પણ મળી આવી હતી ઘાયલ હમીદ ભટ્ટીને ભુજની એકોર્ડ હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યા છે.

પેટ અને ગળા ઉપરની ઇજા જીવલેણ

હમીદ ભટ્ટીને હુમલા દરમ્યાન તેના ગળાની પાછળના ભાગે અને પેટમાં તીક્ષણ હથિયારોના ઘા લાગ્યા હોઈ અને લોહી વહી જવા પામ્યું હોઈ તેની આ ઈજાઓ ગંભીર ગણાવાઈ રહી છે દરમ્યાન માથા ઉપર પણ ધોકા વડે પ્રહારો થયા હોઈ સિટીસ્કેન કરવામાં આવ્યું છે આથી અગાઉ હમીદ ભટ્ટીના ઘર ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેમની જૂની અદાવતના કારણેજ હુમલાની આ ઘટના બની હોવાનું મનાઈ રહ્યું છે.

પોલીસે કરી અપીલ…

હમીદ ભટ્ટી ઉપર હુમલો જૂની અદાવતના કારણે થયો છે. પણ, હુમલાખોર કોણ છે? તે વિશે હમીદ ભટ્ટી અત્યારે માહિતી આપી શકે તેવી સ્થિતિમાં નથી. પણ, હુમલાની આ ઘટના બાદ પોલીસે એકોર્ડ હોસ્પિટલ ઉપરાંત હમીદ ભટ્ટીના ઘર બહાર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે હુમલાના આ બનાવ પછી કોઈ પણ પ્રકારની અફવાથી સાવધ રહેવા પોલીસે જાહેર અપીલ કરી છે. તો, તણાવપૂર્ણ માહોલ વચ્ચે પોલીસે સાવચેતીના પગલાં રૂપે ભુજના ચોક્કસ વિસ્તારોમાં બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે.