Home Crime હમીદ ભટી હુમલા પ્રકરણમાં ચાર આરોપી ઓળખાયા,૧૨ સામે ફરિયાદ – રૂકસાના મર્ડર...

હમીદ ભટી હુમલા પ્રકરણમાં ચાર આરોપી ઓળખાયા,૧૨ સામે ફરિયાદ – રૂકસાના મર્ડર કેસનો વિવાદ

4152
SHARE

ભુજના પૂર્વ નગરસેવક હમીદ આમદ ભટી ઉપર થયેલા ઘાતક જીવલેણ હુમલા સંદર્ભે કુલ ૧૨ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે કચ્છ યુનિવર્સિટીમાંથી પરીક્ષા દઈને પરત ફરતા હમીદ ભટી ઉપર તલવાર, છરી અને ધોકાથી કરાયેલ હુમલા અંગે ઇમરાન મોહમદ બકાલી (સેજવાળા માતામ ભુજ)એ ભુજ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ લખાવી છે જેમાં હુમલાખોર તરીકે રઝાક બાફણ, ઇમરાન માંજોઠી, મુજાહીદ હિંગોરજા, મોહસીન ઉર્ફે ગાંધી એ ચાર ઉપરાંત અન્ય ૮ અજાણ્યા સહિત કુલ ૧૨ શખ્સો દર્શાવાયા છે ઘાતક હથિયારોથી કરાયેલ હુમલાને પગલે હમીદ ભટીને ગળામાં, પેટમાં ગંભીર ઈજાઓ અને મારને કારણે માથું, પીઠ, અને પગમાં પણ નાની મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળે છે તાજેતરમાં જ બનેલા રૂકસાના ઇસ્માઇલ માંજોઠીની થયેલી હત્યા કેસમાં મૃતક રૂકસાનાના ભાઈ સલીમને હમીદ ભટીએ મદદ કરી હોઈ તે સંદર્ભે થયેલ આરોપીઓની ધરપકડના મામલે તેમજ અગાઉની ચાલી આવતી અદાવતના કારણે હમીદ ભટી ઉપર હુમલો કરાયાનું પોલીસને જણાવાયું છે પોલીસે હત્યાની કોશિશ તેમજ રાયોટિંગ સહિતની કલમો તળે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે આ બનાવની તપાસ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. અંકુર પ્રજાપતિ કરી રહ્યા છે.

હમીદ ભટીના ઘેર તેમજ હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત

હુમલાના બનાવને પગલે સવારથી જ પોલીસ દોડતી થઈ ગઈ હતી ડીવાયએસપી સહિત એસઓજી, એલસીબી અને ભુજ એ તેમજ બી ડિવિઝનની પોલીસ સહિત નો કાફલો ઘટના સ્થળે તેમજ હોસ્પિટલમાં દોડી ગયો હતો તેમજ હોસ્પિટલ અને હમીદ ભટીને ઘેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જોકે, દિવસભર આ હુમલા સંદર્ભે ભુજમાં તરેહતરેહની વાતો વહેતી થઈ હતી જોકે, પોલીસે અફવાઓથી દુર રહેવા અપીલ કરી છે.