Home Crime કચ્છમાં તેલ ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ- બે કરોડના મુદ્દામાલ સાથે ૧૩ શખ્સોની...

કચ્છમાં તેલ ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ- બે કરોડના મુદ્દામાલ સાથે ૧૩ શખ્સોની ધરપકડ કરતી સીઆઇડી ક્રાઇમ, : ૩ વોન્ટેડ

2214
SHARE
તેલ ચોરી કરતી ગેંગ દ્વારા ચલાવાતી મીની ફેકટરી સાથે ૧૩ શખ્સો અને બે કરોડનો મુદ્દામાલ.ઝડપીને સીઆઇડી ક્રાઇમે સમગ્ર કચ્છમાં ફફડાટ મચાવી દીધો છે. કંડલા, ગાંધીધામ અને ભચાઉ વિસ્તારમાં તેલ ચોરીના મોટા નેટવર્ક સાથેના ગેરકાયદે ધંધાઓ ચાલતા હોવાની ચર્ચા અને કયારેક કયારેક સ્થાનિક પોલીસ દ્વારા ઝડપાતા એકલદોકલ કિસ્સાઓ વચ્ચે સીઆઇડી ક્રાઇમની ટીમે બોલાવેલા સપાટા એ કચ્છના પોલીસ બેડામાં અને તેલ ચોરી કરતી ટોળકીઓ સહિત તેલ ચોરી થી પરેશાન એવા આયાતનિકાસ કારો, ફેકટરી માલિકોમાં ચકચાર સાથે ચર્ચા સર્જી છે. રાજ્ય સીઆઇડી ક્રાઇમના ડીજી આશિષ ભાટિયા, એડી. ડીજી અજયકુમાર તોમરને મળેલી પૂર્વ બાતમીના આધારે ડીવાયએસપી એસ.એસ. રઘુવંશી ના માર્ગદર્શન હેઠળ સી.આઈ. સેલ દ્વારા અંજાર ગાંધીધામ વચ્ચે આવેલા વરસાણા ચાર રસ્તા ઉપર આશાપુરા હોટલની પાછળ દરોડો પાડીને તેલ ચોરી નો કારોબાર કરતી મીની ફેકટરી ઝડપી પાડી હતી.

૧ કરોડનું તેલ, ૮ લાખ રૂપિયા ઝડપાયા, ચોરીનું નેટવર્ક ચલાવતા સરપંચ સહિત ત્રણ વોન્ટેડ

ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ટીમે તેલ ચોરી ની મીની ફેકટરી સાથે ૮ લાખ ૪૭ હજાર, ૬૯૫ રૂપિયા રોકડા, ૮ ટેન્કર, ૧ કરોડ ૧૨ લાખ ૭૦ હજાર ૫૬૯ રૂપિયાનું પામોલિન અને એરંડીંયાનું તેલ, સ્વીફ્ટ અને ટાટા સુમો ગાડી, ૧૭ મોબાઈલ, પ્લાસ્ટિકની પાઇપલાઇન, તેલ ખેંચવાની મોટર, ઇલેક્ટ્રોનિક વજન કાંટો, તેલ ના ભરેલા અને ખાલી ડબ્બાઓ સહિત કુલ ૨ કરોડ ૬ લાખ ૩૬ હજાર ૧૧૪ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો, તેલચારીનું નેટવર્ક ચાલતું હતું ત્યાંથી (૧) સુલતાન કાસમ ભટી, (૨) કસ્તુરામ બાબુલાલ પ્રજાપતિ, (૩) કલ્પેશ રામજી ગોગરા, (૪) સુલતાન અનવર ખલીફા, (૫) અશોક માંગીલાલ પ્રજાપતિ, (૬) ભેગસિંગ બહાદુરસિંગ રાજપૂત, (૭) બાબુલાલ પારડાજી પ્રજાપતિ, (૮) દિનેશ બાજુરામ કોળી, (૯) અમરસિંહ કાથર કોળી, (૧૦) આમીરખાન પીરખાન મલિક, (૧૧) ભગુ રણછોડ ઠાકોર, (૧૨) રમેશ હેમારામ મીણા, (૧૩) રજબ રમજાન ભટી ની ધરપકડ કરાઈ છે. જ્યારે તેલચોરીનું આ નેટવર્ક ચલાવતા નેર ગામના સરપંચ જયેશ આહીર, ઉપરાંત ભરત કરસન આહીર અને ઈલિયાસ નામના મુખ્ય ત્રણ સૂત્રધારો વોન્ટેડ છે.

સીઆઇડી ક્રાઇમના દરોડા બાદ પૂર્વ કચ્છ પોલીસનો ભચાઉમાં દરોડો

વરસાણા પાસેથી સીઆઇડી ક્રાઇમે કરેલા તેલચોરીના મોટા નેટવર્કના પર્દાફાશ પછી હરકતમાં આવેલ પૂર્વ કચ્છ પોલીસે પણ તેલચોરી નો એક કિસ્સો ઝડપ્યો હતો. ગાંધીધામ ભચાઉ રોડ ઉપર નાની ચીરઇ પાસે ખુલ્લા વાડા માંથી ભચાઉ પોલીસે ૮ લાખ રૂપિયાનું ૧૬ હજાર લીટર તેલ તેમ જ ૧૩ લાખ રૂપિયાની કિંમતના બે ટેન્કર સહિત કુલ રૂપિયા ૨૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચોરીનો આ માલ ભરત કરસન આહીર, જશોદાધામ ભચાઉ વાળાનો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.