સ્વજનનું મૃત્યુ કષ્ટદાયી ઘટના છે. તેમાંયે જો નાની વયે મૃત્યુ થાય તો તેનો આઘાત જીરવવો પરિવાર માટે કપરો બને છે. પણ, પોતાના પ્રિયજનના મૃત્યુની ઘટના બાદ તેની પુણ્યસ્મૃતિમાં કોઈને મદદરૂપ બનીને પ્રિયજનની સ્મૃતિને હમેંશ માટે જીવંત બનાવી શકાય છે આજે વાત કરવી છે સમાજ માટે પ્રેરણાદાયી એવા ભુજના કિસ્સાની!!! જૈન વ્યાપારી પરિવારના ભુજના ૧૮ વર્ષીય યુવાન વંશ તુષાર શેઠનું અકસ્માતમાં નિધન થયું પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું અસહ્યનીય એવી મોતની આ ઘટના બાદ વંશના પરિવારે પોતાના પુત્રની ઈચ્છા અનુસાર પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને પ્રત્યારોપણ કરવા માટે વંશની આંખોનું ચક્ષુદાન કર્યું ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલ ગેઈમ્સ દ્વારા રેસિડેન્ટ આઈ સર્જન ડો. હર્ષલ પટેલે વંશની આંખોનું ચક્ષુદાન સ્વીકાર્યું હતું આમ, વંશની આંખો હવે એક અંધ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિની આંખોની ‘રોશની’ બનીને તેના જીવનમાં ‘અજવાળાં’ પાથરશે યુવાન વંશની પોતાના મૃત્યુ બાદ ચક્ષુદાન કરવાની ભાવનાને ગેઇમ્સના તબીબોએ બિરદાવી હતી.