Home Current ભાજપના રમેશ મહેશ્વરી ‘રાજી’ થયા તો કોંગ્રેસના જુમા રાયમા થયા ‘નારાજ’ –...

ભાજપના રમેશ મહેશ્વરી ‘રાજી’ થયા તો કોંગ્રેસના જુમા રાયમા થયા ‘નારાજ’ – જાણો ચૂંટણીની રાજકીય હલચલ

3812
SHARE
લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી દરમ્યાન ક્યાંક નેતાઓના બાગી તેવર તો ક્યાંય નેતાઓના રિસામણા પછી મનામણા એ કચ્છની મુખ્ય બે રાજકીય પાર્ટીઓમાં ગરમાટો સર્જ્યો છે જોકે, સામાન્ય રીતે એવું પણ કહેવાય છે કે, ચૂંટણીનો સમય રાજકીય હિસાબ સરભર કરવાનો હોય છે તો ઘણીવાર જુના વેરઝેર ભૂલીને ફરી દોસ્તીના ગુલ ખીલવવાનો પણ હોય છે. જોકે, અત્યારનો રાજકીય માહોલ પહેલાં કરતા બદલાઈ ગયો છે, એનો અનુભવ જૂની પેઢીના રાજકીય નેતાઓ, સિનિયર સીટીઝન એવા મતદારો અને વર્ષોથી મીડીયા લાઈન સાથે સંકળાયેલા પત્રકારો પણ મહેસૂસ કરી રહ્યા છે જૂની વાતો પછી ફરી વર્તમાનની કચ્છની હલચલ તરફ પાછા ફરીને વાત કરીએ, અને જાણીએ શું છે કચ્છ લોકસભા બેઠક દરમ્યાન ભાજપ કોંગ્રેસની હલચલ.

રમેશ મહેશ્વરી હવે ‘રાજી રાજી’

ભાજપ વતી મોરબી કચ્છ લોકસભા બેઠકની ટીકીટ માંગનાર રમેશ મહેશ્વરીની નારાજગી કચ્છ ભાજપની સાથે પ્રદેશ કક્ષા સુધી રાજકીય ચર્ચાનો વિષય બની હતી તેમાંયે તેઓ બાગી ઉમેદવાર તરીકે ઝંપલાવશે એવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું, જોકે, ચર્ચા દરમ્યાન મીડીયા કર્મીઓએ તેમને ફોન કર્યા ત્યારે તેઓ ભાજપ કાર્યાલયમાંજ હતા. વળી, નવી ચર્ચા મુખ્યમંત્રી વિજય રૂપાણી જ્યારે વિનોદ ચાવડાના ફોર્મ ભરવા સમયે આવ્યા ત્યારે શરૂ થઈ અને મુખ્યમંત્રીને બંધ કવર અપાયું તેવી વાતો વહેતી થઈ જોકે, આ દરમ્યાન ફરી એકવાર રમેશ મહેશ્વરીની નારાજગીની ચર્ચા કચ્છ ભાજપમાં અને મીડિયામાં શરૂ થઈ નારાજગીની આ ચર્ચા વચ્ચે જ્ઞાતિ ગણિતની વાતો પણ વહેતી થઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરી અને જ્ઞાતિ ગણિતના લેખા જોખા સાથે રિસામણા દૂર કરવા મનામણા નો દોર શરૂ થયો, જેના ભાગ રૂપે વિનોદ ચાવડાએ ગાંધીધામમાં પોતાનું પ્રચાર અભિયાન રમેશ મહેશ્વરીના ઘર થી શરૂ કર્યું રમેશ મહેશ્વરીનો ‘રાજીપો’ ત્યારે અનુભવાયો જ્યારે ખુદ રમેશ મહેશ્વરીએ વિનોદ ચાવડા માટે પ્રચાર શરૂ કરી દીધો.

જુમા રાયમા નારાજ

કચ્છ કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર નરેશ મહેશ્વરી માટે પણ ટિકિટનો પંથ આસાન નહોતો જીજ્ઞેશ મેવાણીના નામની ચર્ચા વચ્ચે તેમના માટે નવલસિંહ જાડેજા, ભચુભાઈ આરેઠીયાનું વિપક્ષી નેતા પરેશ ધનાણી સાથેનું કનેક્શન કામ કરી ગયું નરેશ મહેશ્વરીના નામની ચર્ચા પછી તેઓ માધાપર ગ્રામ પંચાયતની ચૂંટણી હાર્યા છે, એવો પ્રચાર સોશ્યલ મીડીયા માં શરૂ થયો જોકે, કચ્છ કોંગ્રેસમાં હવે તેમની ઉમેદવારી સૌએ સ્વીકારી લીધી છે પણ, ફરી વાત ક્યાંકને ક્યાંક નારાજગીની આવે છે પૂર્વ પ્રદેશ મંત્રી જુમા રાયમાએ કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીના ફોર્મ ભરવા સમયે પોતે નહીં જોડાય તેવી જાહેરાત સોશ્યલ મીડિયામાં વહેતી કરી છે ઓડિયો ફોનની કલીપ સાથે જુમા રાયમાએ નરેશ મહેશ્વરીની ચૂંટણી જાહેરાતમાં મુસ્લિમ સમાજના કોંગ્રેસના નેતાઓની બાદબાકી કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે જોકે, જુમા રાયમા હમણાં જ કોંગ્રેસની પ્રદેશ કારોબારીમાંથી રાજીનામુ આપી ચુક્યા હતા અને ત્યાર પછી તેમની એ નારાજગી દૂર થઈ ગઈ હોવાની સ્પષ્ટતા પણ કરી હતી પણ, આ વખતે લોકસભાની ચૂંટણી દરમ્યાન જુમા રાયમાએ કરેલો આક્ષેપ ચોંકાવનારો છે, કોંગ્રેસમાં રહેલા અમુક નેતાઓ ભાજપ સાથે ભળેલા છે એટલે જ પ્રચારમાં મુસ્લિમ નેતાઓની બાદબાકી કરાઈ રહી છે એવું તેમનું કહેવું છે ૯૦ ટકા મુસ્લિમો કોંગ્રેસને મત આપતા હોય ત્યારે મુસ્લિમ સમાજના નેતાઓની બાદબાકી કરવાની વાતને જુમા રાયમાએ ગંભીર ગણાવીને પોતાની નારાજગી સ્પષ્ટ શબ્દોમાં દર્શાવી છે.