Home Crime જેલ ફોન પ્રકરણ – પ્રદીપ શર્માની બિન તહોમત છોડી મુકવાની માંગણી ભુજ...

જેલ ફોન પ્રકરણ – પ્રદીપ શર્માની બિન તહોમત છોડી મુકવાની માંગણી ભુજ કોર્ટે ફગાવી

873
SHARE
રાજ્ય સરકાર અને કચ્છના પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા વચ્ચે અનેક મુદ્દે ચાલતા કાનૂની જંગ વચ્ચે ફરી એકવાર પાલારા જેલમાંથી ઝડપાયેલા મોબાઈલ ફોનનું પ્રકરણ ફરી ચર્ચામાં છે ૨૦૧૧માં ભુજની પાલારા જેલમાં બેરેક નંબર ૧૧મા બંધ પ્રદીપ શર્મા પાસેથી પોલીસે ઝડપેલા મોબાઈલ ફોનના કેસ અંગે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કલ્પેશ ગોસ્વામીએ ન્યૂઝ4કચ્છને માહિતી આપી હતી કે પ્રદીપ શર્માએ પોતાને આ કેસમાં બિન તહોમત છોડી મુકવા ભુજ કોર્ટમાં અરજી કરી હતી જે અનુસંધાને આ કેસની એડિશનલ સેશન્સ જજ આશિષ મલ્હોત્રા સમક્ષ સુનાવણી થઈ હતી આ સુનાવણી દરમ્યાન સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કલ્પેશ ગોસ્વામીએ જેલમાંથી મોબાઈલ ફોન ઝડપાવાની ઘટનાને ગંભીર ગણાવી હતી જેલમાં અન્ય કેદી પાસેથી પ્રદીપ શર્માએ મોબાઈલ ફોન મેળવ્યો તેના સિમ કાર્ડ માટે રજૂ કરાયેલા ખોટા બોગસ દસ્તાવેજોની તપાસ, ઉપરાંત મોબાઈલમાંથી થયેલ મેસેજ, ફોન, અન્ય કેદીઓ સાથે પ્રદીપ શર્માનું મેળાપીપણુ એ ગુનાહિત કાવતરું છે જે ભારતીય દંડ સંહિતા હેઠળ ગંભીર પ્રકારનો ગુનો છે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કલ્પેશ ગોસ્વામીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખતા એડિશનલ સેશન્સ જજ આશિષ મલ્હોત્રાએ પ્રદીપ શર્માને બિન તહોમત છોડી મુકવાની અપીલને ફગાવી દીધી હતી આમ, કચ્છના પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા ઉપર જેલમાંથી ઝડપાયેલા મોબાઈલ ફોન અંગેનો કેસ ચાલશે ૨૦૧૯નું વર્ષ શરૂ થયા પછી પણ પ્રદીપ શર્મા માટે કાયદાકીય મુશ્કેલીઓ હળવી થાય એવા કોઈ આસાર હજી જણાતા નથી.