પોલીસ અધિક્ષક સૌરભ તોલંબીયાની સુચનાથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી આગામી લોકસભા ચુંટણી તેમજ તહેવારોને અનુસંધાને ભુજ શહેર, તેમજ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ રહેલ ટીમને ખાનગી રાહે સચોટ અને ભરોસા લાયક બાતમી હકીકત મળેલ કે, આજરોજ ભારત મધ્યે રમાતી આલ.પી.એલ.ની ટુર્નામેન્ટમાં ટીમોની હાર-જીત અને કઇ ટીમ કેટલા રન બનાવશે તથા રનના તફાવત ઉપર રૂપીયાની હાર જીતનો ક્રિકેટ સટ્ટાનો જુગાર પ્રતિક કનુભાઇ ઠકકર, રહે.આઇયાનગર, ભુજવાળો પોતાના કબ્જા ભોગવટાની જથ્થાબંધ બજારમાં આવેલ પ્રતિક માર્કેટીંગ નામની દુકાનમાં સટ્ટો રમાડી રહેલ છે, તેવી ચોક્કસ બાતમી હકીકત મળતાં આ અંગે પોલીસ અધિક્ષક સૌરભ તોલંબીયાની સુચના હેઠળ એલ.સી.બી. ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ બાતમી હકીકત વાળી જગ્યાએ પોલીસે રેઇડ કરતાં આ ટુર્નામેન્ટ અંતર્ગતની બેંગલોર ખાતે રમાઇ રહેલ રોયલ ચેલેન્જર બેંગ્લોર તથા દીલ્હી કેપીટલ બંન્ને ટીમો વચ્ચેની ક્રિકેટ મેચ ચાલુ હોઇ તેમાં આ મેચ કોણ જીતશે, મેચ ડ્રો જશે કે કયો ખેલાડી કેટલા રન બનાવશે ? તેના પર પોતાના ફાયદા સારૂ પૈસાની હારજીતનો ક્રિકેટ સટ્ટાનો જુગાર પોતાના મોબાઇલ ફોનમાં “લાઇવ લાઇન” નામની મોબાઇલ એપ્લીકેશન ઉપરથી રમી રમાડી રહેલ હોય જેથી બાતમી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરી મુદામાલ
(૧) રોકડા રૂા.૫,૫૦૦/- (ર) મોબાઇલ ફોન નંગ-૭ કિ.રૂા.૩૦,૫૦૦/- (૩) ટીવી નંગ -૧, કિ.રૂા.૨૦,૦૦૦/- (૪) સેટઅપ બોક્ષ ચાર્જર સાથેનું, તેમજ રીમોટ – કિ.રૂા.૧,૦૦૦/- (પ) એડેપ્ટર કિ.રૂા.૨૦૦/- (૬) ક્રિકેટ મેચના સટ્ટાના હિસાબની કાચી બુકો નંગ-૧ તથા બોલપેન નંગ-૧, કિ.રૂા.૦૦/૦૦ (૭) ચાર વાહનો, કિ.રૂા.૧૦,૩૦,૦૦૦/- એમ કુલ્લે કિ. રૂા.૧૦,૮૭,૨૫૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓ (૧) પ્રતિક કનુભાઇ ઠકકર, ઉ.વ.૩૫, રહે.૪૬૨ આઇયાનગર, રીલાયન્સ સર્કલ પાસે, ભુજ, (ર) સંદીપ ધનશ્યામભાલ ભીડે, ઉ.વ.૩૦, રહે. મ.નં.૧૫,શીવસાગર-૨,
અંજાર (૩) હીતેન્દ્ર બાબુલાલ ઠકકર, ઉ.વ.૩૯, રહે.ભાનુશાલીનગર પાછળ, રધુવંશીનગર, મ.નં.૧૨૪, ભુજ (૪) પંકજ રમણીકલાલ ઠકકર, ઉ.વ.૩૦, રહે.મ.નં.૪૭, રધુવંશીનગર, ભાનુશાલીનગર, ભુજ (૫) સાજીદ સલીમ મેમણ, ઉ.વ.૨૭, રહે.આર.ટી.ઓ. રીલોકેશન સાઇટ, મ.નં.૧૬૩/બી, ભુજ વાળાઓને જુગાર ધારાની કલમ ૪,પ મુજબ ધોરણસર અટક કરી ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટે. ખાતે ફરીયાદ દાખલ કરાવેલ છે.