કચ્છમાં સૌ પ્રથમ લોકલ ઇલેક્ટ્રોનીક મિડીયાનો પાયો નાંખ્યા બાદ વર્તમાન સાંપ્રત સમયને ધ્યાને રાખી કચ્છ ન્યુઝ પરિવારે પણ ડીઝીટલ યુગમાં આજથી એક વર્ષ પહેલા ‘ન્યુઝ4કચ્છ’ વેબસાઇટ શરૂ કરી પ્રવેશ કર્યો હતો લોકલ ચેનલની જેમ વિશ્વસનીયતા અને સામાજિક બદલાવના દ્રષ્ટિકોણથી પાયો નાંખ્યો હતો જેને આજે એક વર્ષ પુર્ણ થાય છે અમારી સીધી, સરળ અને સ્પષ્ટ સમાચારની શૈલી લોકલ કેબલ ન્યૂઝની જેમ વેબસાઇટમાં પણ દર્શકોને ખૂબ જ પંસદ આવી જેની સાક્ષી આંકડાઓ પુરે છે જોકે, ‘ન્યુઝ4કચ્છ’નો અભિગમ ક્યારેય એવો રહ્યો નથી કે આંકડાઓથી પોતાનીજ વાહવાહી કરે અમારી સંપુર્ણ ટીમનો પ્રયાસ પહેલાથીજ કચ્છ અને કચ્છ બહાર વસ્તા કચ્છીઓને અનુભવના નિચોડ સાથે સચોટ, ઝડપી અને વિશ્વસનીય અહેવાલ મળે તે રહ્યો છે અને તેમા કદાચ અમે ખરા ઉતર્યા છીએ ‘ન્યુઝ4કચ્છ’ એ હમેશા પ્રયાસ કર્યો છે કે, તમારા માટે જરૂરી, દરેક સમાચાર તમારા સુધી સમયસર પહોચે, જે આગામી દિવસોમા પણ ચાલુ રહેશે.
ન કોઇનો અભાવ કે ન કોઇનો પ્રભાવ માત્ર સમાચાર
સાંપ્રત સમયમાં આજે મિડીયાની ભુમીકા પણ બદલાઇ છે તેવામા ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે, કે જેમાં મિડીયાના અહેવાલ કોઇના પ્રભાવમાં પ્રકાશીત થયા હોય જે હકીકત હવે વાંચકો પણ સમજતા થયા છે. જોકે, ‘ન્યુઝ4કચ્છ’ એ આ એક વર્ષમાં તમારા સુધી મીઠુ-મરચુ ઉમેર્યા વગર, કોઇના પણ પ્રભાવમાં આવ્યા વગર જરૂરી સમાચાર તમારા સુધી પહોચાડ્યા છે જેના પ્રતિભાવો સમંયાતરે વાંચકો તરફથી અમને મળતા રહ્યા છે અને હજુ પણ અમે તમારા પ્રતિભાવો અને સારા સુચનો જાણવા તત્પર છીએ વાત અહી અમારી બડાઇ કે કોઇની નિંદાની નથી પરંતુ મિડીયાના કર્તવ્યનો વારસો સુપેરે સમજીને અમારા અનુભવી પત્રકાત્વ દ્વારા અરાજકતા સર્જતા નાના સમાચારોને મોટુ સ્વરૂપ આપી પ્રગટ કરવાનો અમે કયારેય પ્રયત્ન નથી કર્યો કોઇના ઇશારે કે કોઇ લોભ પ્રલોભનમાં આવી સમાચાર ન હોય તેને અહેવાલ સ્વરૂપે પ્રગ્ટ કરવાનો પણ કયારેય પ્રયત્ન નથી કર્યો જેની અમને ખુશી છે, આગળ પણ આજ પરંપરા ટકાવી રાખવા માટે અમે કટ્ટીબદ્ધ છીએ.
સામાજીક જવાબદારી સાથે પોઝીટીવ સમાચાર સમાજને આપવાનો પ્રયત્ન
વધતા ઓદ્યોગીક વિકાસની સાથે કચ્છમાં ક્રાઇમ અને તેને સંલગ્ન ઘટનાઓ સતત વધી રહી છે સાથે-સાથે આંતરીક વિખવાદને બહોળુ સ્વરૂપ આપી ક્યાંક રાજકીય- સામાજીક લાભ લેવા સાથે વહીવટી તંત્ર અને કાયદાના રક્ષકો પર દબાણની પ્રથા કચ્છમાં પણ શરૂ થઇ છે પરંતુ ‘ન્યુઝ4કચ્છ’નો પ્રયાસ રહ્યો છે,કે અનુભવની ચારણીમાંથી ચારીને સમાચાર પ્રકાશિત કરવા સામાજિક અરાજકતા સર્જતા અહેવાલોથી સનસનાટી સર્જી અમે વાંચકો વધારવાનો પ્રયાસ કર્યો નથી સમાજની ચિંતા સાથે જરૂરત પડ્યે તંત્ર અને કાયદાના રક્ષકો સામે લખવાની શરમ પણ કરી નથી કદાચ તેથીજ દર્શકોએ ટુંકા ગાળામાં ‘ન્યુઝ4કચ્છ’ની સમાચાર લીંકની સચોટતા અને વિશ્વસનીયતા માટે રાહ જોઇ છે જે અમારી ગૌરવપૂર્ણ સિધ્ધી છે ‘ન્યુઝ4કચ્છ’નો પ્રયાસ રહ્યો છે, કે સામાજિક બદલાવ માટે પ્રેરણાદાયી કિસ્સા હોય કે પોઝીટીવ સમાચાર હોય હમેંશા તેને અગ્રતા સાથે લોકો સુધી પહોચાડ્યા છે એજ અભિગમ સાથે અમે આગળ વધીશુ અને જયાં જરૂરી હશે ત્યાં શાસક પક્ષ હોય, વિપક્ષ હોય, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય કે પછી તંત્ર હોય જનહિત માટે અમે તેમના કાન પણ આમળીશું વિષય કોઇ પણ હોય અમારો પ્રયત્ન રહ્યો છે, કે ઝડપી નહી પરંતુ સચોટ સમાચાર તમારા સુધી પહોચે અને એક વર્ષના લેખાજોખા પછી આપ સૌ વાંચકોનો મળેલો પ્રેમ કદાચ અમારા અભિગમને વધુ મજબુત કરવા માટેનુ અમારૂ પ્રેરક બળ છે આપનો પ્રેમ અને વિશ્વાસ મળતો રહે એવા પ્રયત્નો ભવિષ્યમાં પણ અમે જાળવી રાખીશુ જેના માટે આપ સૌ વાંચકોના સુચન ફરીયાદ અને સમાચારની અમને હમેંશા પ્રતિક્ષા રહેશે.