Home Crime રાપરથી સગીર ભાણેજીને નસાડી જનાર માસાને સીટની ટીમે મેંગ્લોરથી ઝડપી પાડયા

રાપરથી સગીર ભાણેજીને નસાડી જનાર માસાને સીટની ટીમે મેંગ્લોરથી ઝડપી પાડયા

1952
SHARE
ગત તા. 23/11/2018 ના રોજ રાપરથી સગીર પંદર વર્ષની ભાણેજીને પ્રેમમા ફસાવીને ભગાડી જનાર રાજકોટ રહેતા માસા રાજ ઉફેઁ રાજુ નારણ ગજઁરને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા પરિક્ષિતા રાઠોડને મળેલી સચોટ બાતમીના આધારે કર્ણાટકના મેંગ્લોરના જંગલ વિસ્તારમાંથી બન્નેને પકડી પાડયા હતા આ બન્નેને પકડવા માટે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા પરિક્ષિતા રાઠોડ દ્વારા સીટની રચના કરવામાં આવી હતી જેમાં કંડલા પી. આઈ. વી. એફ, ઝાલા.. એસ. ઓ. જી. પી. આઇ. જે. પી. જાડેજા.. એલસીબી પીએસઆઇ એમ. એસ. રાણા સહિતના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી આ ટીમ દ્વારા આ બન્નેને પકડવા માટે રાજકોટ, પૂના,સુરત,અમદાવાદ,મહેસાણા, કણજણ,કેરલ,બેંગ્લોર સહિત વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી પરંતુ આ બન્ને પોલીસને હાથ લાગ્યા ન હતા તો આ બન્નેની માહિતી આપનારને પૂર્વ કચ્છ પોલીસ વડા એ ઇનામ જાહેર કર્યું હતું છતાં હાથ લાગ્યા ન હતા.
બે દિવસ અગાઉ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા પરિક્ષિતા રાઠોડ ખુદને બાતમી મળી હતી કે આ બન્ને સગીરા અને આરોપી માસો મેંગ્લોર કર્ણાટક નજીક એક જંગલ વિસ્તારમાં રહે છે તે બાબતની ખરાઈ કરીને ટીમને મોકલી ને આરોપી અને સગીરાને ઝડપી પાડયા હતા આ આરોપી સામે રાપર પોલીસ મથકે આઇપીસી કલમ 363.366.376(1).FIJN506(2). પોકસો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. રાપર ખાતે તપાસ કરનાર કંડલા પો. ઈ. વી. એફ. ઝાલા એ આરોપી અને સગીરાના મેડિકલ તપાસ તેમજ જરૃરી તપાસ હાથ ધરી હતી અને આરોપીને કયા કયા સ્થળે અને કોણે કોણે મદદ કરી તે બાબતે તપાસ હાથ ધરી છે અને આરોપીને રિમાન્ડ પર લેવા માટે અંજાર કોટઁ મા રજુ કરવાની તજવીજ હાથ ધરી હતી.