કચ્છના ઉદ્યોગગૃહો કર્મચારીઓની (અ)સલામતીના મુદ્દે હમેંશા ચર્ચામાં રહ્યા છે માઇન્સ ક્ષેત્રે જાણીતા આશાપુરા ગ્રુપની પુનડી સાઈટ ઉપર યુવાન સુપરવાઇઝરના બનેલા મોતના બનાવને અકસ્માતને બદલે હત્યા ગણાવીને પરિવારજનોએ ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો આશાપુરા માઇન્સની પુનડી (તા.માંડવી) સાઈટ મધ્યે ચાલી રહેલા કામ દરમ્યાન ત્યાં માલ ભરવા ટ્રકમાં લોડિંગ ચાલુ હતું તે દરમ્યાન ટ્રક સાઈડ ઉપર બેઠેલા સુપરવાઈઝર ભૂપતસિંહ તખુભા જેઠવા ઉપર ફરી વળી હતી ટ્રક પેટ અને શરીરના અન્ય ભાગો ઉપર ફરી વળ્યાં બાદ ઇજાગ્રસ્ત સુપરવાઈઝર ભૂપતસિંહને ભુજની અદાણી જી.કે. જનરલ હોસ્પિટલ મધ્યે સારવાર અર્થે ખસેડાયા હતા પણ, તેમને વધુ સારવાર મળે તે દરમ્યાન જ તેમનું મૃત્યુ થયું હતું માંડવીના કોજાચોરા ગામના રહેવાસી ૪૫ વર્ષીય યુવાન ભૂપતસિંહ જેઠવાના મોતને પગલે ઉશ્કેરાયેલા તેમના પરિવારજનોએ સલામતીનો પ્રશ્ન ઉઠાવતાં આક્ષેપ કર્યો હતો કે મૃતક ભૂપતસિંહને ઇરાદા પૂર્વક ટ્રક હેઠળ કચડી નાખવામાં આવ્યા છે પરીવારજનોએ પોલીસ તપાસની માંગ કરી હતી જોકે, આ બાબતે આશાપુરા માઇન્સ તરફથી કોઈ ખુલાસો કરાયો નથી દરમ્યાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.