Home Social ખાખી વરદી નીચે ધબકતી માનવતા – જાણો નારાયણસરોવર પોલીસનો કિસ્સો

ખાખી વરદી નીચે ધબકતી માનવતા – જાણો નારાયણસરોવર પોલીસનો કિસ્સો

2094
SHARE
સામાન્ય રીતે પોલીસની ઇમેજ કરડાકીભરી અને રુક્ષ હોય છે પણ,ખાખી વરદીની કરડાકીભરી અને રુક્ષ ઇમેજની ભીતરમાં પણ માનવીય સંવેદના સાથેનું ધબકતું હૃદય હોય છે પોલીસનો આવો સુંદર માનવતાભર્યો અનુભવ એક પરપ્રાંતીય બિહારી મુસ્લિમ પરિવારને થયો, વાત ગુજરાતની પશ્ચિમી સરહદે આવેલા સાવ છેવાડાના નારાયણસરોવર પોલીસ સ્ટેશનની છે આખીયે વાત કંઇક આવી છે,
નારાયણસરોવર પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી ઝાલા ૩૦ એપ્રિલે પોલીસ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પાનધ્રો રોડ પર કનોજ ગામ પાસે શંકાસ્પદ શખ્સને જોયો પરપ્રાંતીય એવા આ શખ્સની તલાશી લેતા તેની પાસેથી તેમને આધારકાર્ડ મળી આવ્યું જોકે, માનસિક રીતે થોડા અસ્વસ્થ લાગતા આ શખ્સ પાસેથી પોલીસને કોઈ પણ સંદીગ્ધ ચીજવસ્તુ મળી નહિ આ શખ્સ સંજોગોને કારણે પોતાના પરિવાર તેમજ વતનથી વિખૂટો પડીને છેક અહીં છેવાડે નારાયણસરોવર પહોંચ્યો હોવાનું પોલીસને જણાયું હતું એટલે, પીએસઆઇ શ્રી ઝાલાએ તે શખ્સ પાસેથી મળી આવેલા આધારકાર્ડને આધારે તેનું નામ શૌકતઅલી મન્સૂરી હોવાનું અને તે ઉત્તરપ્રદેશના મીરઝાપુરના બટવાકા પોખરી વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું નારાયણસરોવર પોલીસે તરત જ ઉત્તરપ્રદેશના તે વિસ્તારના પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો કચ્છ પોલીસના માનવીય અભિગમનો પડઘો ઝીલીને ઉત્તરપ્રદેશ પોલીસે તેના પિતાનો પત્તો મેળવી નારાયણસરોવર પોલીસથી તેમની વાત કરાવી હતી તો જાણવા મળ્યું હતું કે માનસિક અસ્વસ્થ શૌક્ત ૬ મહિનાથી પોતાના ઘરથી લાપત્તા થયો હતો આમ પોલીસના માનવતાભર્યા પ્રયત્નોને કારણે ૧લી મે એ, માત્ર ૨૪ ,કલાકમાં જ પરિવાર અને ગુમ થયેલા પુત્ર બન્નેને એકબીજાની ખબર આપી માહિતગાર કર્યા હતા નારાયણસરોવર પોલીસે ત્યાં યુ.પી.માં શૌકતઅલી ઉપર ત્યાં કોઈ પણ ગુનો નોંધાયો નથી તેની ખરાઈ કર્યા બાદ તેને તેના પરિવાર સુધી પહોંચાડવા માટેની કવાયત હાથ ધરી હતી ભુજની માનવજ્યોત સંસ્થાનો સંપર્ક કરી પ્રબોધભાઈ મુનવરની મદદ માંગી હતી હવે શૌક્તઅલીને તેના પરિવાર સાથે મેળાપ કરાવવાની તૈયારી માનવજ્યોત દ્વારા હાથ ધરાઈ છે આમ, સરહદી વિસ્તારના સૌથી છેવાડાના વિસ્તારની પ્રહરી એવી નારાયણસરોવર પોલીસે માનવીય અભિગમના દર્શન કરાવીને કચ્છની સાથે ગુજરાત પોલીસની છબીને પણ ઉજ્જવળ બનાવી છે.