ભુજના સુરલભીટ રોડ પાસે અમનનગર ચાર રસ્તા ઉપર આવેલ મેડિકલ સ્ટોરની તપાસ દરમ્યાન પોલીસ ઉપર તલવાર વડે હુમલો કરાતાં ચકચાર મચી ગઇ છે હુમલાની આ ઘટના વિશે મળતી માહિતી મુજબ ભુજ બી. ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, અમનનગર ચાર રસ્તા ઉપર આવેલ જોગમાયા મેડિકલ સ્ટોરમાં નશીલી દવાઓ વેચાય છે એ અંગે બી. ડિવિઝન પોલીસના ડી. સ્ટાફના ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત બે પોલીસ કર્મીઓ તપાસ કરવા જોગમાયા મેડિકલ સ્ટોરમાં ગયા હતા તે દરમ્યાન જોગમાયા મેડિકલ સ્ટોરના સંચાલક કિશોર ઠક્કરે પહેલા પોલીસ કર્મીઓ પાસે ઓળખ માંગી હતી પોલીસ કર્મીઓએ ઓળખ આપ્યા બાદ એકાએક ઉશ્કેરાયેલા કિશોર ઠક્કરે બન્ને પોલીસ કર્મીઓ ઉપર માટલા વડે હુમલો કરીને અચાનક તલવાર કાઢી હિંસક હુમલો કર્યો હતો જોકે, સાવધ પોલીસ કર્મીઓએ સ્વબચાવ કરવાની સાથે ગણતરીની મિનિટોમાંજ આરોપી કિશોર ઠક્કરને દબોચી લીધો હતો ભુજ બી ડિવિઝન પોલીસમાં આરોપી કિશોર ઠકકર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે
હજી હમણાંજ ગાગોદર ગામે બુટલેગરો દ્વારા આડેસર પોલીસ ઉપર હુમલાની ઘટના હજી તાજી જ છે ત્યાં જિલ્લા મથક ભુજમાં પશ્ચિમ કચ્છ પોલીસ ઉપર તલવાર વડે હુમલો કરવાના બનાવે ચકચાર સાથે ચર્ચા જગાડી છે જોકે, સરહદી કચ્છ જિલ્લામાં પોલીસ ઉપર સતત થઈ રહેલા હુમલાની ઘટનાઓ કથળતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો સર્જ્યા છે.