Home Crime પાકિસ્તાનના પંજાબથી આવેલો ધુસણખોર કચ્છની રણ સીમાએ ફેન્સિન્ગ કુદતા ઝડપાયો

પાકિસ્તાનના પંજાબથી આવેલો ધુસણખોર કચ્છની રણ સીમાએ ફેન્સિન્ગ કુદતા ઝડપાયો

1359
SHARE
થોડા દિવસ પહેલા કચ્છ બોર્ડરથી એક હિન્દૂ પાકિસ્તાની પકડાવાની ઘટના હજુ તાજી છે ત્યાં વધુ એક નાપાક શખ્સને સીમા સુરક્ષા દળ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે ધુસણખોરી ઘટનાઓમાં આ બનાવ થોડો અલગ એટલા માટે છે કે કચ્છની લેન્ડ બોર્ડરથી જબ્બે કરવામાં આવેલો આ શખ્સ પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતનો છે સામાન્ય રીતે કચ્છની રણ કે દરિયાઇ સીમાએથી જે લોકો પકડાય છે તેઓ મોટેભાગે કચ્છને અડીને આવેલા પાકનાં સિંધ પ્રાંતનાં હોય છે.
બોર્ડર સિક્યોરિટી ફોર્સનાં ગુજરાત ફ્રન્ટીયરનાં વડા એવા આઈજી જી. એસ.મલિકે કચ્છની બોર્ડરથી થયેલી ધુસણખોરીની ઘટનાને સમર્થન આપતાં જણાવ્યું હતુ કે, મોહમ્મદ શાન નામનો શખ્સ ભારતીય વિસ્તારમાં આવેલી ફેન્સિન્ગ પાર કરવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે બોર્ડર પીલર નંબર 1123 પાસેથી તેને પકડી લેવામાં આવ્યો હતો હાલ તેની પાસે કોઈ જોખમ જેવુ ના હોવાનું આઈજી મલિકે વધુમાં ઉમેર્યું હતુ.
દરમિયાન બીએસએફ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતુ કે, મોહમ્મદ છેક પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતથી કચ્છની સીમા સુધી કેવી રીતે આવ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને સોંપ્યા પછી ધુસણખોર મોહમ્મદને ભુજમાં આવેલા સંયુક્ત પૂછપરછ કેન્દ્ર (જોઈન્ટ ઇન્ટરોગેશન સેન્ટર – જેઆઇસી)માં લાવવામાં આવશે. જયાં તેની ભારતીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવશે.