જેન્તી ભાનુશાલી હત્યા કેસ અને ત્યાર બાદ બેંક કૌભાંડના કેસમાં ભચાઉ સબ જેલમાં બંધ જેન્તી ઠક્કર ડુમરાવાળા સામે વધુ બે ગુનાઓ નોંધાયા છે આઈજી ડી.બી. વાઘેલાએ ગઈ કાલે રાત્રે પૂર્વ કચ્છ એસપી અને ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજીને જેલ સંબધિત સરપ્રાઈઝ ચેકીંગના આદેશ આપ્યા હતા જે સંદર્ભે ભચાઉ ડીવાયએસપી કે.જી. ઝાલા, પીઆઇ બી.એસ. સુથાર, પીએસઆઇ જી.એ. ઘોરી અને સ્ટાફે ભચાઉ સબ જેલમાં ચેકીંગ કર્યું હતું પોલીસના સરપ્રાઈઝ ચેકીંગ દરમ્યાન જેન્તીલાલ જેઠાલાલ ઠક્કર ડુમરાવાળા ભચાઉ સબ જેલના અન્ય ચાર આરોપીઓ સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાઇ ગયો હતા જોકે, જેન્તી ઠક્કર પાસેથી પોલીસે સેમસંગ કંપનીનો મોબાઈલ પણ ઝડપી પાડ્યો હતો ભચાઉ સબ જેલની અંદર દારૂ તેમજ મોબાઈલ જેન્તી ડુમરાવાળા પાસે કેવી રીતે પહોંચ્યા? તેની ચર્ચા વચ્ચે અત્યારે તો પોલીસે જેન્તી ઠક્કર વિરુદ્ધ પ્રોહીબીશન તેમજ પ્રિઝન એકટ હેઠળ અલગ અલગ બે ગુનાઓ નોંધ્યા છે. (૧)જેન્તી ઠક્કરની સાથે ભચાઉ સબ જેલમાં દારૂની મહેફિલ માણતા અન્ય આરોપીઓ (૨) રાજુ ચલારામ નાયક,ઉ.૩૫ યુપી (૩) હાજી આરબ ખાસકેલી, ઉ. ૨૩, ચોબારી ભચાઉ, (૪) રાહુલ પાંડે, ઉ.૨૫ યુ.પી. (૫) રઝાક ઇબ્રાહિમ તુર્ક ઉ. ૩૯, સામે પણ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધાયો છે.