Home Crime રાપર પોલીસે બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો

રાપર પોલીસે બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો

1434
SHARE
રાપર સહિત સમગ્ર વાગડ વિસ્તારમાં અવાર નવાર બાઈક ચોરીના બનાવો એ માઝા મુકી હતી ત્યારે બોર્ડર રેન્જ આઈજી ડી. બી. વાઘેલા અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા પરિક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલાની સુચનાથી રાપર ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર. જે. એચ. ગઢવી,પીએસઆઇ એન. વી. રહેવર,પોલીસ કોન્સ્ટેબલ સેધાજી પરમાર,પ્રવિણ રબારી,કિરીટ ભાઈ ગોલાણી. ડ્રાઇવર જેઠાભાઈ મુસાર રાસુભા જાડેજા. નરેન્દ્રસિંહ જાડેજા વિગેરે રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમિયાન પ્રો. પીએસઆઇ એન. વી. રહેવરને ખાનગી રાહે બાતમી મળી હતી કે ઉમૈયા કાનપર ગામ વચ્ચે આવેલી નદી પટની પાપડી પર ત્રણ અજાણ્યા ઈસમો એ પોતાના કબજામાં રહેલી મોટર સાયકલો સગેવગે કરવાની પેરવીમા છે આ મોટર સાયકલ ચોરીની હોવાનું જણાઈ આવ્યું હતું જે અંગે પીએસઆઇ એન. વી. રહેવર પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ મોટર સાયકલ સાથે આરોપીઓ નરેશ પરબત મકવાણા ( રજપૂત). રે. ભીમાસર તા. રાપર,નવિન રતન સોલંકી રજપૂત. ભીમાસર, રમજુ ગાભુભાઈ ધાંચી. રે. વિજપાસર તા. ભચાઉ વાળાને દબોચી લીધા હતા આ આરોપીઓ ની પુછપરછ કરી મોટરસાયકલ અંગે આધાર પુરાવા માંગતા કોઈ આધાર પુરાવા ન મળતા પોલીસ દ્વારા આગવી ઢબે પુછપરછ કરતાં નજીકની ઝાડીમાં અલગ અલગ જગ્યાએથી મોટર સાયકલ નંગ અગિયાર પડેલા જોવામા આવતા આ ત્રણેય આરોપીઓને તેમના કબજામાં આ મોટર સાયકલ રાખવા અંગે આધાર પુરાવાની માગણી કરતા પોતાની પાસે કોઈ આધાર નહીં હોવાનું જણાવ્યું હતું અને આ મોટર સાયકલની જુદી જુદી જગ્યાએ થી ઉઠાંતરી કરી હતી આ અંગેની રાપર પોલીસ દ્વારા સીઆરપીસી કલમ 102 મુજબ કબ્જે કરેલા છે
પોલીસ દ્વારા આરોપી ઓ પાસેથી GJ. 12 CR 9835..GJ12 DD 0420..GJ12 CB 4421.GJ36 C 3759..GJ12 BQ4041. GJ24 L 1633.GJ12CK3108.GJ12 BB0882. GJ12CB7849 GJ12 CK 5891GJ12 DB 7445 વારા જુદા જુદા કંપનીના મોટર સાયકલ જેની કિંમત રુ. 1.77 000/= કબજે કર્યા હતા આ આરોપી સામે રાપર પોલીસ સ્ટેશનમાં મોટર સાઇકલ ચોરી અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે રાપર પોલીસે સીઆરપીસી કલમ 41(1) મુજબ તપાસ હાથ ધરી છે આ મોટરસાયકલ કયા કયા સ્થળેથી ચોરી કયાઁ હતા તે બાબતે રિમાન્ડ પર લેવા માટે પણ તજવીજ હાથ ધરી છે.