પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયાની સુચનાથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો ભુજ તાલુકા વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન લેર ગામના પાટીયા પાસે આવતા ખાનગી રાહે ભરોષાપાત્ર બાતમી હકિકત મળેલ કે, મોટા રેહા ગામના મહેશસિંહ ઉર્ફે મહેશોજી રાણુભા જાડેજા તથા તેની સાથે જશુભા ભચુભા જાડેજા મોટા રેહા ગામથી પવનચકકી તરફ જતી સીમમા બાવળની ઝાડીમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂ રાખી મોટરસાયકલથી ગ્રાહકોને છુટકમાં વેંચાણ કરે છે, અને હાલે આ બંને જણા વિદેશી દારૂનો જથ્થો છુપાવવા સીમમાં ગયેલ છે આ બાતમીના આધારે રેડ કરતા બે ઇસમો હાજર મળી જેઓની તપાસ કરતા તેઓએ મહેશસિંહ ઉર્ફે મહેશોજી રાણુભા જાડેજા, ઉ.વ.૩૦, રહે.મોટા રેહા, તા.ભુજ તથા જશુભા ભચુભા જાડેજા, ઉ.વ.ર૦, રહે.મોટા રેહા, તા.ભુજના હોવાનું જણાવતા બંને ઇસમોને સાથે રાખી સીમમાં બાવળોની ઝાડીમાં ઝડતી તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલો નંગ-૩૨૫, કિ.રૂા.૪૩,૮૨૫/- નો પ્રોહિનો મુદામાલ તથા દારૂની હેર ફેર માટે ઉપયોગ કરેલ હોન્ડા કંપનીનુ સાઇન મો.સા. રજી નં.GJ-12-DH-4046 વાળીની કિ.રૂા.૪૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨, કિ.રૂા.૮૦૦, એમ કુલ્લે કિ.રૂા.૮૪,૬૨૫/-* નો મુદામાલ મળી આવતા આરોપીઓને આ દારૂના જથ્થા બાબતે પુછપરછ કરતા આ દારૂનો જથ્થો ખાનાય, તા.અબડાસા ગામના રાસુભા તગજી સોઢા પાસેથી પોતાનો ભાઇ સુરૂભા રાણુભા જાડેજા, રહે.મોટા રેહા, તા.ભુજવાળાએ વેંચાણ માટે લઇ આવી અમોને છુટક વેંચાણ માટે આપી ગયેલાની હકીકત જણાવતા તમામ આરોપીઓ મહેશસિંહ ઉર્ફે મહેશોજી રાણુભા જાડેજા, ઉ.વ.૩૦, રહે.મોટા રેહા, તા.ભુજ, જશુભા ભચુભા જાડેજા, ઉ.વ.ર૦, રહે.મોટા રેહા, તા.ભુજવાળા હાજર મળી આવતા તથા આરોપી સુરૂભા રાણુભા જાડેજા, રહે.મોટા રેહા, તા.ભુજ તથા રાસુભા તગજી સોઢા, રહે.ખાનાય, તા.અબડાસા વાળા હાજર નહી મળી આવતા તમામ આરોપી વિરૂધ્ધ પધ્ધર પો.સ્ટે. કાયદેસરની કાર્યવાહી કરી ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.