Home Social ઓમાનમાં બે દિવસ સૌરાષ્ટ્ કચ્છના કલાકારો દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે ડાયરાનું નવતર...

ઓમાનમાં બે દિવસ સૌરાષ્ટ્ કચ્છના કલાકારો દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે ડાયરાનું નવતર આયોજન

3068
SHARE

સલ્તનત ઓફ ઓમાનથી ભાગ્યેજ કોઈ અજાણ હશે ઓમાનની ધરતી પર ભારતીય સમુદાયનો દબદબો રહ્યો છે તેમાંય ખાસ કરીને ગુજરાતી અને કચ્છી ઉદ્યોગપતિઓ પણ વિશેષ છે ઓમાનના સુલતાન સાહેબની સહાનુભૂતિ અને હકારાત્મક અભિગમ સૌ ભારતીયોને સમાજ ઉપયોગી કાર્યો તથા કર્મભૂમિ અને જન્મભૂમિ માટે વધુ પ્રેરણા આપતો રહ્યો છે અને એવાજ આશયથી આ વર્ષે મસ્ક્ત સત્સંગ પરિવાર વિશ્વ કલ્યાણ અર્થે એક નવતર આયોજન દ્વારા 11અને 12 જુલાઈ દરમ્યાન ડાયરો તેમજ મહા મૃત્યુંજયના જાપ સાથે વિશ્વ શાંતિની ભાવના સાથે શિવ આરાધના કરશે આ આયોજન માટે 100થી પણ વધારે કાર્યકરો તૈયારીમાં વ્યસ્ત બન્યા છે મસ્ક્ત સ્થિત સત્સંગ પરિવારના ડૉ.ચંદ્રકાન્ત વી.ચોથાણી, દિનેશ રૂપારેલિયા,રાકેશ જોબનપુત્રા,રમેશ પટેલ,છોટુભાઈ બુધ્ધભટ્ટી,હિરેન ગંગવાણી,મહેશ મહેતા સહિતના સભ્યોની આગેવાની હેઠળ આયોજનની તૈયારીઓ ચાલી રહી છે તો મહિલા સદસ્યો નયનાબેન વર્મા, કાજલબેન રામૈયા,પ્રજ્ઞાબેન ગણાત્રા પણ આ આયોજન માટે જહેમત ઉઠાવી રહ્યા છે સમગ્ર આયોજનની રૂપરેખા આપતા ડો.ચંદ્રકાન્ત ચોથાણીએ જણાવ્યું હતું કે કચ્છ સૌરાષ્ટ્રના ખ્યાતનામ એવા કીર્તિદાન ગઢવી,ગીતાબેન રબારી,યોગેશપુરી ગોસ્વામી, તેજદાન ગઢવી સહિતના કલાકારો કચ્છ ભાડીયાના વિદ્વાન વક્તા શાસ્ત્રી કશ્યપ મહારાજ ની અધ્યક્ષતામાં સંતવાણી તથા મહામૃત્યુંજયના જાપ દ્વારા બે દિવસ સત્સંગ કરશે news4kutch સાથે વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે કચ્છના જાણીતા નોબત વાદક શૈલેષ જાની દ્વારા ભૂતનાથ સેવા સંસ્થાનના માધ્યમથી સમાજહિત અને દેશહિત માટે સંગીતના સથવારે વિવિધ કાર્યક્રમો થતા રહ્યા છે ત્યારે આ વખતે મસ્ક્ત સત્સંગ પરિવાર પણ આવું આયોજન ઇચ્છતું હોઇ અમે તેમને સહયોગી બનવા અપીલ કરી હતી આ અપીલના પગલે શૈલેષ જાની અને ભૂતનાથ સેવા સંસ્થાને તત્પરતા દાખવી છે અને ઓમાનમાં વસતા કચ્છી ગુજરાતી પરિવારો અને ઉદ્યોગપતિઓએ આ આયોજનમાં સહયોગની પણ ખાતરી આપી છે
આ આયોજન માટે મસ્ક્ત જઈ રહેલા ભૂતનાથ સેવા સંસ્થાનના ગજેન્દ્રસિંહ જાડેજા,પરાક્રમસિંહ જાડેજા, શૈલેષ જાની સહિતના સભ્યોએ જણાવ્યું હતું કે વિદેશમાં રહીને માદરે વતનની સાથે વિશ્વ કલ્યાણની ભાવના સમા મસ્ક્ત સત્સંગ પરિવારના આ વિચારને અમે ઝીલ્યો છે અને આ આયોજન માટે કલાકારો સહિત 30 જણાનું ગ્રુપ મસ્ક્ત જઈ રહ્યું છે.