Home Crime ભુજના ભરત બગ્ગા વિરુદ્ધ ૫૯ લાખની ઠગાઈની ફરિયાદ – પી.એમ. ઇન્વેસ્ટમેન્ટમાં મહિને...

ભુજના ભરત બગ્ગા વિરુદ્ધ ૫૯ લાખની ઠગાઈની ફરિયાદ – પી.એમ. ઇન્વેસ્ટમેન્ટમાં મહિને ૫ %ની લાલચે અનેક સલવાયા હોવાની ચર્ચા

2799
SHARE
ચાર દિવસ પહેલાં જ પોતાનું અપહરણ કરીને બંદૂકની અણીએ ધાકધમકી કરાઈ હોવાની ફરિયાદ કરનાર બહુચર્ચિત એવા ભુજના ભરત બગ્ગા વિરુદ્ધ અંતે ૫૯ લાખની ઠગાઈની પોલીસ ફરિયાદ દાખલ કરાતાં ચકચાર મચી ગઇ છે માંડવીના બે પટેલ શખ્સો દ્વારા પોતાને અપાયેલા ૯૬ લાખ રૂપિયા વ્યાજ સહિત ૧.૧૯ કરોડ રૂપિયા વસૂલવા માટે અપહરણ અને બંદૂકની અણીએ ધાકધમકી કરાઈ હોવાની પોલીસ ફરિયાદ કરનાર ભરત બગ્ગા હવે ખુદ શંકાના દાયરામાં આવી જતાં અનેક રોકાણકારોના હોશ ઉડી જાય તેવી ચર્ચા છે પી.એમ. ઇન્વેસ્ટમેન્ટના ભરત રામદાસ બગ્ગા અને ગાંધીધામના મયંક સોનીની વિરૂદ્ધ ૬ જેટલા સીનીયર સિટીઝનોના ૫૯ લાખ રૂપિયા ઓળવી જવાની પોલીસ ફરિયાદ કરાઈ છે ગાંધીધામના ઓસ્લો રોડ ઉપર મધુબન કોમ્પ્લેક્સમાં રહેતા ૬૦ વર્ષીય જગમોહન રતનલાલ ગોયલે લખાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત ૩૦/૧/૨૦૧૮ના ભરત બગ્ગા અને મયંક સોની તેમની પાસે આવ્યા હતા અને તેમની કંપનીમાં રોકાણ કરવા કહ્યું હતું પણ, જગમોહને ત્યારે રોકાણ કરવાની ના પાડી હતી પછી ભુજમાં તેમની ઓફિસ પીએમ. ઇન્વેસ્ટમેન્ટની મુલાકાત લીધી હતી જ્યાં ભરત બગ્ગાએ રોકાણ કરેલા નાણાં અંગે નોટરી પાસે કરાર કરાવી અને સિક્યુરિટી પેટે ચેક આપી દેવાની વાત કરી વિશ્વાસ જીત્યો હતો એટલે જગમોહને શરૂઆતમાં ૧ લાખ રૂપિયા રોક્યા હતા જેની સામે દર મહિને રિટર્ન મળતા ફરી ત્રણ લાખ રોક્યા હતા જગમોહનની સાથે તેમના મિત્રો મનીષ બંસલે ૫ લાખ, રીતુ બંસલે ૫ લાખ, જયેશ ઠાકરે ૪ લાખ, પેટ્રિક કોલાસોએ ૧૨ લાખ અને રેનીતા કોલાસોએ ૧૦ લાખ રૂપિયા ભરત બગ્ગાની કંપની પી.એમ. ઇન્વેસ્ટમેન્ટમાં રોક્યા હતા થોડા મહિના તેમને રિટર્ન મળ્યું, પણ નવેમ્બર ૨૦૧૮ થી દર મહિને મળતું રિટર્ન બંધ થઈ ગયું પછી તેમને મંદી અને નાણાંકીય તંગીના કારણે દિવાળી બાદ એક સાથે રિટર્ન અપાશે એવી બાંહેધરી અપાઈ હતી પણ, ત્યારે પૈસા ન મળતાં ફરી એક વાર પૂછપરછ કરતા પી.એમ. ઇન્વેસ્ટમેન્ટ દ્વારા એક મહિનો અગાઉ જાણ કરશો તો જ પૈસા મળશે એવું જણાવાયું હતું એટલે ૧૬/૪/૨૦૧૯ ના કાનૂની નોટિસ આપી હતી પણ, તેમ છતાંયે મુદ્દલ અને માસિક વળતર કંઈ પણ મળ્યું નહિ એટલે આ રોકાણકારો ભુજમાં પી.એમ. ઇન્વેસ્ટમેન્ટની ઓફિસે આવ્યા હતા પણ, અહીં તેમને પૈસા નહિ મળે તમારાથી થાય તે કરી લ્યો એવી ધમકી અપાઈ હતી. એટલે તમામે હવે પોલીસનું શરણું લીધું છે જગમોહન ગોયલે તેમના સહિત કુલ ૬ જણાના ૪૧ લાખ રૂપિયા અને માસિક રિટર્ન આપવાના કરાયેલા વાયદાના ૧૮ લાખ ૩ હજાર એમ કુલ ૫૯ લાખ રૂપિયાની ઠગાઈની ફરિયાદ પી.એમ. ઇન્વેસ્ટમેન્ટ ભુજના ભરત બગ્ગા તેમજ ગાંધીધામના મયંક સોનીની સામે નોંધાવી છે દરમ્યાન ભરત બગ્ગાનું નામ પોલીસ ફરિયાદમાં ઉછળતા તેમની કંપની પી.એમ. ઇન્વેસ્ટમેન્ટમાં માસિક ૫ ℅ વળતર (વ્યાજ) ની લાલચે રૂપિયા રોકનારા અનેક રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે દરમ્યાન ભુજમાં થતી ચર્ચા અનુસાર અનેક રોકાણકારોના લાખો રૂપિયા ભરત બગ્ગા પાસે સલવાઈ ગયા છે જોકે, ભુજમાં ડીએસપીના લોકદરબાર પછી આવા કિસ્સાઓમાં શું થાય છે, તે જોવું રહ્યું.