Home Social વિશ્વશાંતિ અર્થે ઓમાનમાં આયોજિત કાર્યક્રમમાં જતા કલાકારોને આઈ.જી. એ.કે.જાડેજાએ પાઠવી શુભેચ્છા

વિશ્વશાંતિ અર્થે ઓમાનમાં આયોજિત કાર્યક્રમમાં જતા કલાકારોને આઈ.જી. એ.કે.જાડેજાએ પાઠવી શુભેચ્છા

707
SHARE
મસ્ક્ત સત્સંગ પરિવાર દ્વારા આ વર્ષે ભજન સંધ્યા અને વિશ્વ શાંતિની ભાવના સાથે 11 અને 12 જુલાઈના મસ્ક્તમાં શિવનાદ ગુંજશે, મસ્ક્ત ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં કચ્છ,સૌરાષ્ટ્રના ખ્યાતનામ એવા કીર્તિદાન ગઢવી,ગીતાબેન રબારી,યોગેશપુરી ગોસ્વામી, તેજદાન ગઢવી સહિતના કલાકારો તેમજ મોટા ભાડીયાના પ્રખર વક્તા શાસ્ત્રી કશ્યપ મહારાજની અધ્યક્ષતામાં સંતવાણી તથા મહામૃત્યુંજયના જાપ દ્વારા બે દિવસ સત્સંગ માટે પ્રયાણ કર્યું હતું આ પ્રસંગે અમદાવાદ મધ્યે
રેન્જ આઈ.જી. એ.કે.જાડેજાએ સૌ કલાકારોને આવકાર્યા હતા, મહેમાન બનેલા સૌ કલાકારમિત્રોને શ્રી જાડેજાએ પુષ્પગુચ્છ દ્વારા તેમની વિદેશયાત્રાની શુભેચ્છા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ઓમાન જઈ રહેલા સૌ કલાકારો અને ભૂતનાથ સેવા સંસ્થાન ભુજના સદસ્યો વતી શૈલેષ જાનીએ શ્રી જાડેજાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કચ્છમાં આઈ.જી. તરીકે જયારે જાડેજા સાહેબ હતા ત્યારે દરેક કલાકારને તેઓ મદદરૂપ બન્યા હતા સંગીત અને ધાર્મિક કાર્યક્રમોમાં સતત તેઓ રુચિ ધરાવે છે કચ્છના તેમના કાર્યકાળ દરમ્યાન અવારનવાર તેમના નિવાસસ્થાને કચ્છના કલાકારો દ્વારા ભજન સહિતના આયોજન થતા તેઓની અમદાવાદ બદલી થયા બાદ પણ તેઓ કચ્છના સૌ કલાકારો સાથે સંપર્કમાં રહ્યા છે અમે ઓમાન જઈ રહ્યા છીએ એવા સમાચાર તેમને મળ્યા ત્યારે તેમણે સૌને અમદાવાદ એરપોર્ટ જતાં પહેલા એમની મહેમાનગતિ માણવાનો આગ્રહ રાખેલો અને આજે એમણે અમને સન્માનિત કરીને શુભેચ્છાઓ પાઠવી એનો સૌ કલાકારોને આનંદ છે.
આ પ્રસંગે આઈ.જી. એ.કે.જાડેજાએ કચ્છના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે મને સૂર સંગીત ક્ષેત્રે લગાવ હોવાથી મારી ભાવના અને મારા વિચારોની પૂર્તિ કચ્છમાં પૂર્ણપણે સંતોષાઈ છે અને કચ્છના સૌ કલાકારો પણ પોતાની કલાને વફાદાર રહીને ન્યાય સાથે પોતાના ચાહકોને સંતોષ આપતા રહ્યા છે ખાસ કરીને ઓમાનના આયોજકો દ્વારા થયેલા આ નવતર આયોજન માટે જઈ રહેલા સૌ મિત્રોને શુભેચ્છા આપવાની સાથે સાથે તેમને બે ઘડી મળવાનું થયું અને ફરી કચ્છની યાદો તાજી થઈ એ પણ મારા માટે ખુશીની ક્ષણ છે સૌ કલાકારો અને આયોજકોને ખુબ ખુબ શુભકામનાઓ.
અમદાવાદ એરપોર્ટથી ઓમાન જઈ રહેલા કિર્તીદાન ગઢવીનો પ્રતિભાવ જાણવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો