Home Crime ભુજના માનકુવા પાસે માર્ગ અકસ્માતમાં ૧૦ મોત,૫ને ઇજા – બાઇક અને છકડાને...

ભુજના માનકુવા પાસે માર્ગ અકસ્માતમાં ૧૦ મોત,૫ને ઇજા – બાઇક અને છકડાને ટક્કર મારનાર ટ્રક ઝડપાઇ

4936
SHARE
આજે બપોરે ભુજના સામત્રા અને માનકુવા ગામની વચ્ચે હાઇવે ઉપર સર્જાયેલા ટ્રિપલ માર્ગ અકસ્માતે ગમખ્વાર બનાવ સર્જાયો હતો ત્રણ વાહનો વચ્ચેની ટકકરમાં છેલ્લે મળતી વિગતો પ્રમાણે આ ટ્રિપલ માર્ગ અકસ્માતમાં ૧૦ ના મોત નિપજ્યા છે જ્યારે ૫ ગંભીર રીતે ઘાયલ થયા છે આ અકસ્માત કઈ રીતે સર્જાયો હતો, તે વિશે મળતી માહિતી પ્રમાણે પુરપાટ દોડતી ટ્રકે પહેલા ટ્રિપલ સવારી વાળી બાઇકને હડફેટે લીધી હતી, ત્યાર બાદ બેકાબૂ બનેલી આ ટ્રકે છકડો રિક્ષાને હડફેટે લીધી હતી આ છકડો રિક્ષામાં ૧૩ પ્રવાસીઓ હતા મૃતકોમાં ત્રણ બાળકો અને ૭ મોટા વ્યક્તિઓનો સમાવેશ થાય છે મૃતકો અને ઘાયલો રસ્તા ઉપર ઉડીને પડ્યા હતા અકસ્માત સમયે ચીસાચીસથી આક્રંદ છવાઈ ગયું હતું હજીયે ૫ ની હાલત ગંભીર હોઈ મૃત્યુ આંક વધવાની ભીતી સેવાઈ રહી છે એક સાથે બબ્બે વાહનોને મોતની ટક્કર મારનાર ટ્રકને ભુજ થી આગળ આરટીઓએ પકડી લીધી છે દરમ્યાન, અકસ્માતના બનાવના સ્થળે અન્ય વાહનચાલકો અકસ્માત ગ્રસ્તોને મદદરુપ બન્યા હતા મૃતકો તેમજ ઘાયલોને ભુજની જીકે અદાણી હોસ્પિટલમાં ખસેડાયા હતા અત્યારે ઇજાગ્રસ્ત પાંચ વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે. ગમખ્વાર માર્ગ અકસ્માતે સમગ્ર કચ્છમાં અરેરાટી સર્જી છે માનકુવા પોલીસની સાથે પશ્ચિમ કચ્છ પોલીસનો અન્ય સ્ટાફ પણ અકસ્માતગ્રસ્તોની મદદે દોડી ગયો હતો અકસ્માત બાદ રસ્તા ઉપર ટ્રાફીક જામ થઈ ગયો હતો.