આજે લાંચની બદી અત્ર તત્ર સર્વત્ર વ્યાપી ગઈ છે જેલ પણ તેમાંથી બાકાત નથી ગુનેગાર જ્યાં ગુનાની સજા ભોગવતા હોય તે જેલની અંદર જ જેલર લાંચ લેતા ઝડપાઇ જતાં ચકચાર મચી ગઇ છે પૂર્વ કચ્છ એસીબીના પીઆઇ એ.એ. પંડ્યાએ ગોઠવેલ ટ્રેપમાં ભુજની પાલારા જેલના જેલર અને તેમની સાથે તેમના વતી લાંચ લેનાર ઝડપાઇ ગયા હતા એસીબી સમક્ષ ફરિયાદ કરનાર ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેમનો ભાઈ પાલારા જેલમાં બંધ હોઈ તેને હેરાનગતિ નહીં કરવા તેમ જ જેલની અંદર બહારની ખાનગી ટિફિન વ્યવસ્થા પુરી પાડવા માટે જેલર દ્વારા ૧૫૦૦ રૂ. લાંચની માંગણી કરાઈ હતી જે અંતર્ગત એસીબીની ટ્રેપમાં લાંચની રકમના રૂપિયા ૧૫૦૦ સાથે જેલર કલ્યાણ વાછિયા ગઢવી અને તેમની સાથે અન્ય શખ્સ હિંમતલાલ ધનજી રાજગોર (ઉ. ૪૮ રહે. નાગનાથ મંદિર પાસે, ભુજ) રંગે હાથ ઝડપાઇ ગયા હતા. બન્ને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.