Home Current વડોદરામાં પડેલા વરસાદને પગલે સયાજીનગરી અધરસ્તે અટકી,મુંબઈ કચ્છ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો

વડોદરામાં પડેલા વરસાદને પગલે સયાજીનગરી અધરસ્તે અટકી,મુંબઈ કચ્છ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો

739
SHARE
વડોદરામાં એક જ દિવસમાં પડેલા ૧૮ થી ૨૦ ઇંચ વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે સવારથી વરસાદ ચાલુ હતો પણ સાંજે વાદળ ફાટવાને પગલે એક સાથે ઝંઝાવાતી વરસાદ પડી જતાં સમગ્ર વડોદરામાં ઠેર ઠેર પાણી ભરાયા છે જેની અસર ટ્રેન વ્યવહાર પર પડી છે વડોદરા રેલવે સ્ટેશને પાણી ભરાવાને કારણે મુંબઈ અને કચ્છ વચ્ચેના રેલવે વ્યવહારને અસર પહોંચી છે કચ્છ રેલવે પ્રવાસી સંઘના નિલેશ શ્યામ શાહ દ્વારા સોશ્યલ મીડિયામાં અપાયેલી માહિતી અનુસાર મુંબઈ દાદરથી ભુજ જવા ઉપડેલી સયાજીનગરી ટ્રેન પાલેજ સ્ટેશન પાસે અટકાવી દેવાઈ છે પ્રવાસીઓ ટ્રેનની અંદર જ છે પશ્ચિમ રેલવેની જાહેરાત પ્રમાણે આજે બુધવાર સાંજની બાંદ્રા ભુજ વચ્ચેની કચ્છ એક્સપ્રેસ ટ્રેન તેમજ રાત્રે ૧૨ વાગ્યે ઉપડતી બાંદ્રા ભુજ એસી સુપરફાસ્ટ ટ્રેન રદ્દ કરાઈ છે તો, આજે બુધવારે ભુજ દાદર વચ્ચે રાત્રે ૧૦/૨૫ વાગ્યે ઉપડતી સયાજીનગરી ટ્રેન પણ રદ્દ કરાઈ છે જોકે, ભુજથી બાંદ્રા જતી રાત્રે ૮/૧૫ વાગ્યાની કચ્છ એક્સપ્રેસ ટ્રેન પણ રદ્દ કરાઈ છે કચ્છ મુંબઈ વચ્ચેની બન્ને ટ્રેનો રદ્દ કરાઈ હોવાનુ કચ્છ રેલવે પસેન્જર એસો. ભુજના પ્રબોધ મુનવરે ન્યૂઝ4કચ્છને જણાવ્યું હતું.