Home Crime ભુજ નગરપાલિકાના કુકમા સમ્પ પર બે સગી બહેનો સાથે એક યુવકની લાશ...

ભુજ નગરપાલિકાના કુકમા સમ્પ પર બે સગી બહેનો સાથે એક યુવકની લાશ મળી – એક સાથે ત્રણ ત્રણ લાશે સર્જી ચકચાર

1258
SHARE
ભુજ તાલુકાના કુકમા ગામ પાસે આવેલા પાણીના સમ્પ પર એક સાથે ત્રણ ત્રણ લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે ભુજ નગરપાલિકાના સમ્પ પર પેથા મંગુભાઈ મારવાડા (ઉ.૨૩), પ્રીતિ પ્રેમજી બડગા (ઉ.૨૧) અને સગીરા ક્રિષ્ના પ્રેમજી બડગા (ઉ.૧૭) ની લાશ મળી આવી હતી દરમ્યાન મૃતક પરિવાર વતી ગોવિંદભાઈ મારવાડાએ ત્રણે જણના મૃત્યુ પાણીમાં ડૂબી જવાથી થયા હોવાનું જણાવ્યું હતું મૃતક બહેનો ભુજ પાલિકાના ખુલ્લા પાણીના સમ્પ ઉપર ગઈ ત્યારે એક બહેનને બચાવવા જતા બીજી બહેન અને બન્નેને બચાવવા જતા યુવક ડૂબી ગયો હોવાની શંકા પરિવાર વતી દર્શાવાઇ રહી છે આ બનાવ બાદ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં મીડીયા સાથે વાત કરતા દલિત અધિકાર મંચના નરેશ મહેશ્વરીએ મોતના કારણ માટે ભુજ પાલિકાને જવાબદાર ઠેરવી હતી સમ્પ ખુલ્લો હોઈ અને કોઈ સેફ્ટી ન હોઈ એક સાથે ત્રણના મોત થયા હોવાનું જણાવતા નરેશ મહેશ્વરીએ ભુજ પાલિકાના ચીફ ઓફિસર અને સમ્પના જવાબદાર કર્મચારી વિરૂદ્ધ કાયદાકીય પગલાં ભરીને ત્રણે મૃતકોના પરિવારને મૃત્યુનું વળતર આપવાની માંગ સાથે ભુજ પાલિકા સામે અચોક્કસ મુદત સુધી ઘરણા કરવાનું એલાન કર્યું હતું એક તબક્કે તો ભુજ પાલિકાના જવાબદારો સામે ફરિયાદ દાખલ ન કરાય તો પીએમ નહીં કરાવવાના મુદ્દે પણ ઘર્ષણ થયું હતું આ સમગ્ર બનાવની પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.