Home Current રાપરના વોર્ડન. ૩ ના રહેવાસીઓનો હલ્લા બોલ – રાપર પાલિકા સમક્ષ રોજિંદી...

રાપરના વોર્ડન. ૩ ના રહેવાસીઓનો હલ્લા બોલ – રાપર પાલિકા સમક્ષ રોજિંદી સમસ્યાઓ ઉકેલવા કરી ઉગ્ર રજુઆત

535
SHARE
રાપર શહેરના વોર્ડ નં ૩ ના વોકળા વિસ્તાર તેમજ સુખદધાર વિસ્તારમાં બારે માસ રહેતી ગંદકીની સમસ્યા તથા ગટર જોડાણ તેમજ રોડ લાઈટ જેવા વિવિધ મુદ્દાઓ લ‌ઈ આજે વોર્ડ નં ૩ ના રહીશો તેમજ ડૉ આંબેડકર ગ્રુપ રાપર તથા ઠાકોર સેના રાપર દ્વારા રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરાઈ હતી કે વોર્ડમાં નીચાણ વાળો રસ્તો હોવાના કારણે બારે માસ રહેતી ગંદકી તેમજ ત્રણ વર્ષ પહેલા આવેલા વરસાદના કારણે વિજ થાંભલા પડી ગયા છે જેના કારણે લોકોને આ ગંદકી વાળા રસ્તે રાતના સમયે ચાલવા મોટી હાલાકી નો સામનો કરવો પડે છે ઘણા સમયથી રોડ લાઈટો બંધ હોવાના કારણે વોર્ડ નં ૩ ના સુખદધાર થી વોકળા તરફ જતો રસ્તો નીચાણ વાળો હોવાથી તથા આ રસ્તે ગટર લાઈન પણ ન હોવાના કારણે અહીં બારે માસ ગંદકીનું સરોવર ભરેલું હોય છે તો અહીં ગટર લાઈન નાખી અને નવેસર થી પ્લાનિંગ કરી રસ્તો બનાવવા આવેદનપત્ર મારફતે ચીફ ઓફિસરને રૂબરૂ રજુઆત કરી આ બાબતે તાત્કાલિક ધોરણે આ કામગીરી કરવા જણાવાયું હતુ આવેદન આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતા લોકોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ઓન પેપર સ્વચ્છ ભારત ની વાતો જરૂર થાય છે પણ બીજી બાજુ સ્વચ્છ ભારત અંતર્ગત હાલત કંઈક આવી છે અંહી મતદારો ની સંખ્યા મા બહુમતી અનુસૂચિત જાતી,કોળી, મુસ્લિમ તેમજ અન્ય પછાત વર્ગ ની છે કદાચ એના કારણે અહીની સમસ્યા છે એવું અંહીના લોકો કહી રહ્યા છે.
અને આ વોર્ડ પરથી સમયે સમયે ભાજપ તથા કોંગ્રેસ બંનેએ જીત મેળવીને વોર્ડ ના પ્રતિનિધિઓ રહી ચુક્યા છે પણ અહીંની હાલત એ ની એ જ છે
અહીં ના લોકોએ ગટર લાઈન નાંખવાની તેમજ આર‌‌.સી.સી ના રોડ નવેસરથી પ્લાનિંગ કરીને પાણી ન ભરાય જેથી અહીં ગંદકી ન થાય એ રીતે બનાવવા રજૂઆતો કરેલી છે તથા ત્રણ વર્ષ પહેલાં વરસાદ ના લીધે અહીં કેટલાય વિજ થાંભલા પડી ગયા છે તો કેટલાક થાંભલા માં લાઈટો નથી જ્યા ગટરો છે ત્યા પણ નામની જ છે ગટરો ની ચેમ્બરો પાસે ગંદકી નું તળાવ જોવા મળે છે જેના કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વઘ્યો છે છતાં ત્રણ વર્ષ થી આ કોઈ સમસ્યાનુ સમાધાન થયું નથી એ નીંદનીય છે.
છેલ્લા કેટલાય સમયથી આ એરીયા માં રહેતા લોકો દ્વારા આ બાબતે વારંવાર રજુઆત કરાઈ છે પણ આજ દિન સુધી પાલીકા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી થઈ નથી તેવી આજે વોર્ડ નં ૩ રહીશો સાથે ડૉ આંબેડકર યુવા ગ્રુપ રાપર ના સંચાલક અશોક ભાઈ રાઠોડ, રમેશભાઈ ખીમા પરમાર, ભરત ભાઈ રાઠોડ ,અમરશી ભાઈ ભદ્રુ, ઠાકોર સેના ના કાર્યકરો નાગજીભાઈ ઠાકોર, હરેશભાઈ ડુગરાણી, શૈલેષભાઈ ઠાકોર,તેમજ વોર્ડ ની મહિલાઓ સહિત આગેવાનો દ્વારા ચીફ ઓફિસને ઉગ્ર શબ્દોમાં જણાવાયું હતું.