Home Crime ચાઇનાકલેની આડમાં રાજસ્થાનથી ટેલરમાં આવતો 9 લાખનો દારૂ પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ...

ચાઇનાકલેની આડમાં રાજસ્થાનથી ટેલરમાં આવતો 9 લાખનો દારૂ પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

846
SHARE
IGP બોર્ડર રેન્જ ડી.બી.વાઘેલા , પૂર્વ કચ્છ SP પરિક્ષિતા રાઠોડ દ્વારા જીલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્તનાબૂદ કરવા અપાયેલી સુચના બાદ એલ.સી.બી.ની ટીમ પ્રોહી./જુગાર નાં કેસો શોધવા પ્રયત્નશીલ હતી, તે દરમ્યાન પોલીસ ઇન્સ. ડી.વી.રાણાને મળેલી ખાનગી બાતમીના આધારે લાકડિયાથી સામખિયાળી નેશનલ હાઇવે રોડ, પાસે આવેલી ન્યુ રામદેવ હોટલના ગ્રાઉન્ડ માં પડેલા ટેલર નંબર – આર.જે.-૧૦-જીએ-૪૫૫૮ની તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ચાઇનકલેની આડમાં લઇ અવાયેલા દારૂના જથ્થા અને મુદામાલ સાથે ત્રણ શખ્સોને પોલીસે ઝડપીને લાકડીયા પોલીસને સોંપ્યા હતા.

ઝડપાયેલા આરોપી અને મુદ્દામાલ

ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭૫૦ મિલી ની બોટલો નંગ- ૨૭૩૬ કિ.રૂ. ૯,૫૭,૬૦૦/-, ટ્રક કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-, મોબાઈલ ફોન નંગ – ૧, કિં.રૂ.૫૦૦૦/- મળીને કુલ કિં.રૂ. ૧૯,૬૨,૬૦૦/- તથા આરોપીઓ
(૧) ગણપતરામ ચીમનારામ જાટ ઉ.વ.૩૦
(૨) કાનારામ નારાયણરામ મેઘવાલ, ઉ.વ.૩૦, રહે. બંને રાજસ્થાન
(૩) વિદેશી દારૂ મોકલનાર પ્રહલાદસિંહ રાજપૂત તથા ગિરિરાજ સિંહ રાજપૂત રહે બન્ને-રાજસ્થાન સામે કાર્યવાહી હાથ ધરાઈ છે
આ કામગીરીમા ડી.વી.રાણા, પો.ઇન્સ. તથા એન.વી. રહેવર, પોલીસ સબ ઇન્સ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયો હતો.