કચ્છમાં દર વર્ષે હાજીપીર અને માતાના મઢના દર્શને પદયાત્રીઓનું ઘોડાપુર ઉમટે છે પદયાત્રીઓની સાથે સાથે અલગ અલગ પ્રકારના વાહનો સાથે પણ ભાવિકો આવતા રહે છે આવા સમયે ધોરી માર્ગ પર અકસ્માતોના બનાવ પણ બનતા રહે છે સ્થાનિક તંત્ર થી માંડીને સેવાભાવી સંસ્થાઓ પણ ટ્રાફિક નિયમન સહિત ભાવિકોના હિત માટે સતત પ્રયત્નશીલ રહે છે પરંતુ કેટલાક હોંશિલા યુવાનો શ્રદ્ધા થી વિશેષ જાણે કોઈ રોમાન્ચ નો અનુભવ કરવા નીકળ્યા હોય તેમ પોતાના વાહનોને જીવ સટોસટ ની બાજી ખેલતા હોય એમ હંકારીને મોજ માણતા હોય એવો
વિડિઓ સોશ્યિલ મીડિયા માં વાયરલ થયો છે….
આ વિષય લોક જાગૃતિનો હોઈ અહીં આ વિગત મુકવા ની ફરજ પડી છે news4kutch દ્વારા આ વીડિઓની જાણવાનો પ્રયાસ કરાતા આ સૌ રિક્ષા ચાલક પ્રવાસીઓ હાજીપીરના મેળાની મોજ સાથે કચ્છ આવી રહ્યા હતા ત્યારે મોજ મસ્તી માં એકમેક થી આગળ થવાની લ્હાય માં આવો રોમાન્ચ અનુભવતા જોવા મળ્યા હતા અને આ હરીફાઈ ને પાછળ ચાલતા વાહનમાં બેઠેલા વ્યક્તિ મોબાઈલમાં રૅકોર્ડ કરતા હતા પરંતુ ફૂલ સ્પીડ સાથે ચાલી રહેલી મજાક મસ્તી માં અચાનક આવેલા અવરોધે મસ્તી કરનાર અને મસ્તી જોનારની અચાનક ધડકન થંભાવી દીધી હતી જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની ન થઇ એ આ યુવાનોના નશીબ ગણો કે તેમની શ્રદ્ધા પરંતુ ક્ષણ ભરમાં બનેલી આ ઘટના આજના યુવાનો માટે લાલબત્તી સમાન ચોક્કસ કહી શકાય