Home Crime કારમાં જોખમ રાખીને પાર્ક કરતાં સાવધાન – ગાંધીધામની બજારમાં કારના કાંચ તોડી...

કારમાં જોખમ રાખીને પાર્ક કરતાં સાવધાન – ગાંધીધામની બજારમાં કારના કાંચ તોડી ૩.૩૮ લાખની ચોરી – સીસી ટીવીમાં ચોર દેખાયા

832
SHARE
કચ્છમાં સોનાની ચેન, મોબાઈલ ફોનની ચિલઝડપના વધતાં જતાં બનાવો વચ્ચે ફરી એક વાર કારમાંથી ચોરી કરતી ગેંગ સક્રીય બની છે. આજે સોમવારે સાંજે બજારમાં કાર પાર્કિંગ કરીને જવું ગાંધીધામના ટ્રાન્સપોર્ટરને મોંઘું પડ્યું હતું સાંજે ૫/૪૫ વાગ્યાના અરસામાં ગાંધીધામના કચ્છકલા રોડ ઉપર પાર્ક કરેલી સ્વીફ્ટ કારના આગળના ભાગના કાંચ તોડીને અંદર રહેલા ૩.૩૮ લાખ રૂપિયા ભરેલો થેલો ચોરી કરીને બે અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા. રોડની સાઈડમાં પાર્ક કરેલી વ્હાઇટ કલરની સ્વીફ્ટ કારના કાંચ તોડવાની અને ચોરી કરવાની આ ઘટના સીસી ટીવી કેમેરામાં ઝડપાઇ છે. જેમાં બે યુવાન શખ્સો ચોરી કર્યા બાદ બાઇક ઉપર નાસી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. આ કાર ગાંધીધામમાં શુભમ ટ્રાન્સપોર્ટ નામે વ્યવસાય કરતા નાગજીભાઈ રબારીની હોવાનું જાણવા મળે છે આંગડિયા પેઢીમાંથી મળેલી રકમ આ થેલામાં હતી. આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે. સીસી ટીવી ફુટેજને પગલે પોલીસે તસ્કરોનું પગેરું દબાવ્યું છે. આ બનાવ બાદ કારમાં જોખમ રાખીને કાર પાર્ક કરતા હો તો સાવધાન થઈ જજો.