Home Crime ગાંધીધામના વગદાર ડેવલોપર્સ બીજલ મહેતાની જામીન અરજી ફગાવાઈ, નવરાત્રી જેલમાં થશે..?

ગાંધીધામના વગદાર ડેવલોપર્સ બીજલ મહેતાની જામીન અરજી ફગાવાઈ, નવરાત્રી જેલમાં થશે..?

1470
SHARE
ગાંધીધામ : પોર્નસ્ટાર સની લિયોનીની ફિલમ ઉતારનાર ગાંધીધામના ડેવલોપર્સ હાલ જેલમાં છે ત્યારે અંજારની કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે. જેને કારણે નવરાત્રી દરમિયાન સેલીબ્રેટીઓ સાથે ગરબા કરવાનાં શોખીન બીજલ મહેતાને જેલમાં ગરબા રમવા પડે તેવી સ્થિતિ હાલ તો દેખાઈ રહી છે. સતત વિવાદમાં રહેતા ગાંધીધામનાં બીજલ મહેતા નામનાં લેન્ડ ડેવલોપર્સની પોલીસે ખોટા દસ્તાવેજ બનાવવા ઉપરાંત છેતરપિંડીનાં કેસમાં ધરપકડ કરી હતી. જેમાં તેની ધરપકડ પછી બે દિવસનાં રિમાન્ડ બાદ તેને અંજારની સબ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જેમાં પહેલા તેણે ચીફ જયુડિશયલ કોર્ટ અને ત્યાર બાદ સેસન્સ કોર્ટે પણ તેની જામીન અરજી ફગાવી દીધી હતી. જેને કારણે વગદાર વ્યક્તિ હોવાની છાપ ધરાવતા બીજલને નવરાત્રી જેલમાં જ કરવી પડી શકે છે.
‘રંગીન’ ચશ્મા પહેરવાના શોખીન બિલ્ડર બીજલ મહેતાની કારકિર્દી શરૂઆતથી જ વિવાદમાં રહેલી છે. પુર્વ કચ્છ પોલીસના અધિકારીઓના જેના ઉપર ચાર હાથ છે તેવા બિજલે બાગેશ્રી ડેવલોપર્સ નામની કંપનીનાં સંચાલક તરીકે તેણે વર્ષ 2016માં ગાંધીધામ ડેવલોપમેન્ટ ઓથોરીટીનાં નામે બનાવટી દસ્તાવેજ બનાવ્યા હતા. સુરતની મહિલા દ્વારા આ અંગે તેની સામે ફરીયાદ પણ કરવામા આવી હતી. પરંતું બીજલનાં છેડા તંત્ર અને પોલીસમાં હોવાને કારણે લાંબા સમય સુધી તેની સામે કાર્યવાહી કરવામાં આવી ન હતી. છેવટે જયારે કોર્ટમાં પણ તેના આગોતરા જામીન ફગાવવામાં આવ્યા અને સમગ્ર મામલો મીડિયામાં ચગ્યો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી.
બીજલની ધરપકડ કર્યા પછી બે દિવસનાં રિમાન્ડ દરમિયાન તેને આરોપી તરીકે નહીં પરંતું એક વીઆઇપી તરીકે ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હોવાનો પણ આક્ષેપ થયો થયો હતો. જેને પગલે આ કેસની તપાસ કરી રહેલા અંજાર ડિવિઝનનાં ડીવાયએસપી ધનંજયસિંહ એસ. વાઘેલા પાસેથી તપાસ આંચકી લઇને પુર્વ કચ્છ પોલીસનાં મુખ્ય મથકનાં નાયબ પોલીસ અધિક્ષક પટેલને તપાસ સોંપી દેવામાં આવી હતી. પોલીસ અધિકારી પછી કોર્ટ અને સરકારી વકીલ પણ બદલવામાં આવતા લોકોની આંખો પહોળી થઇ ગઇ હતી.
ઉલ્લેખનીય છે કે, વીઆઇપી લોકો, બોલીવુડ સેલિબ્રિટીને બોલાવી સતત મીડિયામાં ચમકવાનો ‘શોખીન’ બીજલ મહેતા ત્યારે વધુ ચર્ચામાં આવ્યો હતો જયારે તેની બીજી પત્નીનાં નામે તેણે પોર્નસ્ટાર સની લિયોની અને અરબાઝખાનને લઇને ‘તેરા ઈંતઝાર’ નામની ફ્લોપ મુવી બનાવી હતી. આ ઉપરાંત તે નવરાત્રિ જેવા તહેવારો દરમિયાન બોલીવુડ-ટેલીવુડ સહિતની હિરોઈનને બોલાવતો હતો. અંજાર તાલુકા ભાજપ ઉપરાંત ગાંધીધામ ચેમ્બરના એક ઉદ્યોગપતિ સાથે સંબંધ ધરાવતો બીજલ મુંબઇમાં પણ એક કેસમાં આવી ગયો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે અજમેરમા પણ તેની સામે ફરીયાદ થઇ હોવાની હકીકત બહાર આવી છે.

એસપી જેટલુ માન મળતું હતુ?

પુર્વ કચ્છ પોલીસ સાથે ઘનિષ્ટ સંબંધ ધરાવતા બીજલની સામે પોલીસ ફરીયાદ થાય અને તેને જેલમાં જવું પડે તે વાત ગાંધીધામમાં કોઈને ગળે ઊતરે તેમ ન હતી. કારણ કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપરાંત કચ્છ ભાજપનાં નેતાઓ સાથેના તેના સંબંધ જગજાહેર હતાં. માત્ર એટલું જ નહીં અંજાર ભાજપના કેટલાંક નેતા તો તેનાં પાર્ટનર હતાં. આમ બધી રીતે વેલકનેક્ટેડ બીજલને એસપી જેટલું માન મળતું હતુ. અને કદાચ ઍટલે જ કોર્ટનો હુકમ હોવા છતા પોલીસ બીજલ ઉપર હાથ નાખતા ખચકાતી હતી. છેવટે જયારે રિમાન્ડ દરમિયાન પણ પોલીસની મીઠી નજરની વાત બહાર આવતા તપાસ અધિકારીને બદલવા પડ્યાં હતાં.