Home Current મુન્દ્રામાં રાતે સાડા પાંચ ઇંચ વરસાદ સાથે નદી નાળા ઉભરાયા – માંડવી...

મુન્દ્રામાં રાતે સાડા પાંચ ઇંચ વરસાદ સાથે નદી નાળા ઉભરાયા – માંડવી દોઢ, ગાંધીધામ એક, ભુજ-અંજાર પોણો ઇંચ, ભુજમાં ઠંડકભર્યો માહોલ

829
SHARE
ઓમાન તરફ વાવાઝોડાના પગલે કચ્છમાં પલટાયેલા હવામાન વચ્ચે ગાંધીધામ થી મુન્દ્રા, માંડવી તરફની કાંઠાળ પટ્ટીમાં વરસાદી માહોલ જામ્યો હતો. જોકે, સત્તાવાર રીતે ગાંધીધામ માં એકાદ ઇંચ, માંડવીમાં દોઢ ઇંચ, અંજારમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. પણ, ઘણી જગ્યાએ છૂટો છવાયો ધોધમાર વરસાદ પડ્યો હતો. જોકે, મેઘરાજા મુન્દ્રા શહેર ઉપરાંત મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ઉપર મહેરબાન રહ્યા હતા અને ગઈકાલે સવારથી આજે સવાર સુધીમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડી ગયો હતો. મુન્દ્રા તાલુકામાં ઘણા ગામોમાં ઓછા વરસાદની બુમરાણ પણ હતી, જોકે, ગઈકાલે મેઘરાજાએ એકસરખું વ્હાલ વરસાવ્યું હતું, રાત થી આજે સવાર સુધી પણ ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો. આમ, મુન્દ્રા પંથકના ગામોના નદી, નાળા, ચેકડેમ વરસાદના કારણે છલકાઈ ઉઠ્યા છે. જોકે, કચ્છના અન્ય તાલુકાઓમાં પણ ધીમો ધીમો વરસાદ ઝાપટા રૂપે ચાલુ રહ્યો હતો. આજે રવિવારે પણ સવારથી જ આખાયે કચ્છમાં ભીનું, ભેજવાળું વાતાવરણ છે અને વરસાદી માહોલ છે. ભુજમાં ગરમી વચ્ચે વરસાદને પગલે ઠંડક થઈ છે.