Home Special 800 કરોડની ડિપોઝિટ સાથે દેશની સંભવત: સૌથી ધનિક પોસ્ટ ઓફિસની છે આ...

800 કરોડની ડિપોઝિટ સાથે દેશની સંભવત: સૌથી ધનિક પોસ્ટ ઓફિસની છે આ દશા..!

658
SHARE
ભુજ:  ભુજ નજીકના સમૃધ્ધ ગામ માધાપરની પોસ્ટ ઓફિસમાં કુલ રૂ.800 કરોડની ડિપોઝિટ છે જે ભારતમાં ડિપોઝીટની દ્રષ્ટિએ પ્રથમ પોસ્ટ ઓફિસ છે પણ તેની ઇમારત વર્ષો થયા સાવ જર્જરીત  છે. 40 હજાર ખાતેદારોની સંખ્યા ધરાવતી આ પોસ્ટ ઓફિસમાં ખાતેદારો ભયના માહોલ વચ્ચે કામગીરી કરે છે,કારણકે આ ઇમારત સાવ તુટેલા બીમ પર ઉભી છે અને ઉપરની બારી જો તુટે તો આખી ઇમારત ધરાશાઇ થાય તેમ છ અને મોટી જાનહાનિ પણ થાય તેવી હાલત છે ત્યારે અહીંનો સ્ટાફ પણ ભયના ઓથાર હેઠળ ફરજ બજાવી રહ્યા છે.થોડા સમય પૂર્વે રાજકોટથી આવેલા પોસ્ટ વિભાગના પ્રાદેશિક અધિકારીએ પાસપોર્ટ ઓફિસના આરંભ વખતે માધાપરની આ જર્જરીત પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી હતી ત્યારે તે પણ ડઘાઇ ગયા હતા અને પોસ્ટ વીભાગની કચેરી બીજા સ્થળે ખસેડવા તાત્કાલિક પગલાં લેવાય તેવી રજુઆત ઉચ્ચ કક્ષાએ લેવાશે તેવું આશ્વાસન આપ્યું તુ. અત્યારે બિલ્ડીંગનું ભાડું  પોસ્ટ વિભાગ રૂ.375 ચૂકવે છે બીજી બાજુ બેંકો દ્વારા  મોટી રકમનું ભાડું ચૂકવી દેવાતું હોવાથી કેન્દ્ર સરકાર હસ્તકના પોસ્ટ વિભાગને અન્ય સ્થળના ભાડા પરવડે તેમ નથી એટલે આ જ બીલ્ડીંગમાં કામગીરી ચાલુ છે.

ગ્રામ પંચાયત વ્યાજબી ભાવે જગ્યા અપાવવા તૈયાર 

આ જોખમી ઇમારત બદલી નવી જગ્યાએ ખસેડવા માટે ઘણી રજુઆત કરી છે પણ કેન્દ્ર સરકાર હસ્તક છે અને તેમને અત્યારે જે ભાડા છે તે પોષય તેમ નથી છતાં અમે તેઓને વ્યાજબી ભાવે જગ્યા અપાવવા તૈયારી દેખાડી છે પરંતુ નિર્ણજે  તાત્કાલિક લેવો જોઇએ.