
કચ્છ ન્યૂઝ દ્વારા રામનવમી ના પવિત્ર દિવસ થી ન્યૂઝ4કચ્છ વેબસાઈટ નો પ્રારંભ કરાયો છે.ભુજ સ્વામિનારાયણ મંદિર ના કોઠારીસ્વામી શ્રી દેવપ્રકાશદાસજી ના હસ્તે આ વેબસાઈટ નો પ્રારંભ કરાયો હતો.આ પ્રસંગે ઉપસ્થિત શાસ્ત્રીસ્વામી સૂર્યપ્રકાશદાસજી એ કચ્છ માં ૧૮ વર્ષ થી કાર્યરત અને લોકપ્રિય લોકલ ન્યૂઝ ચેનલ કચ્છન્યૂઝ ની ટીમ દ્વારા શરૂ કરેલ આ નવા સાહસ ને સફળતા ના આર્શીવાદ આપ્યા હતા.કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી એ કચ્છ ની સૌ પ્રથમ કેબલ ન્યૂઝ ચેનલ તરીકે કચ્છન્યૂઝે જે રીતે લાખો લોકો દર્શકો નો વિશ્વાસ અને લોપ્રિયતા મેળવી છે એ જ રીતે ન્યૂઝ4કચ્છ વેબસાઈટ દેશવિદેશ ના કચ્છીમાડુઓ નો ધબકાર બની રહેશે એવી લાગણી વ્યક્ત કરી હતી.
સ્વામિનારાયણ જ્યંતી અને રામનવમી ના પાવન દિવસે શરૂ કરાયેલ આ વેબસાઈટ ના પ્રારંભે આ સાહસ શરૂ કરનાર વરિષ્ઠ પત્રકાર વિનોદ ગાલા,સહયોગી જય સી. ગોર,રાજુ ઝવેરી, ઉપરાંત શુભેચ્છક યુવા પત્રકાર દર્શનકુમાર ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.ન્યૂઝ4કચ્છ ના સમાચાર જોવા માટે હવે તમારે માત્ર મોબાઈલ માં news4kutch. in ટાઈપ કરવા નું રહેશે.