Home Social ૧૩ વર્ષના મંદબુધ્ધિના બાળકને માબાપ સુધી પહોંચતો કર્યો

૧૩ વર્ષના મંદબુધ્ધિના બાળકને માબાપ સુધી પહોંચતો કર્યો

463
SHARE
મુન્દ્રા ના ટ્રાફિકથી ધમધવમતા આદર્શ ટાવર નજીક કિંગ પ્લાઝા પાસે એક ૧૩ વર્ષ નો મંદબુધ્ધિ જેવો લાગતો બાળક મા બાપ થી વિખૂટો પડી ગયો હતો. ત્યારે નગર ના જાગૃત યુવાનો નાસીરશા સૈયદ અને મેહુલ મકવાણા એ બાળક ને મુન્દ્રા પોલીસ મથકે લાવ્યા હતા અને નાસીરશા સૈયદે જન સેવા ની હેલ્પલાઇન પર ફોન કરતાં સંસ્થા ના રાજ સંઘવી પોલીસ મથકે પહોંચ્યા હતા અને બાળક ને પૂછતા તે કઈં બોલી શકતો ન હતો. ત્યારે એક કલાક બાદ ઍ બાળક ના પિતા પોલીસ મથકે પહોંચી આવતા ઍ બાળક ને સુપ્રત કરાયો હતો. એ બાળકનું નામ પરેશ ભારમલ પાતારિયા છે અને ભૂખી નદી વાડી વિસ્તાર માં રહે છે. આ કામગીરીમાં મુન્દ્રા પોલીસ પણ સહયોગી બની હતી. મુન્દ્રા પોલીસના સવાભાઈ, ભરતભાઈ અને અજય ભાઈ દેસાઇ અને જન સેવા ના રાજ સંઘવી ઍ સહયોગ આપ્યૉ હતો.