સરકાર દ્વારા દર મહિને હજારોનો રૂપિયાના પગાર મળ્યા પછી પણ લાંચ લેવાની આદત ભારે પડી શકે છે. ભુજના બહુમાળી ભવનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીનો ક્લાર્ક ઓફિસમાં જ રંગે હાથ એસીબીની ટ્રેપમાં ઝડપાઇ જતાં ચકચાર મચી ગઇ હતી કેટરિંગનો વ્યવસાય કરવા માંગનાર ધંધાર્થી પાસે લાયસન્સ માટે વિજય દયારામ ભીલ નામના ત્રીજા વર્ગના કર્મચારી એવો ક્લાર્ક ૫૦૦૦ રૂપિયા રંગે હાથ લાંચ લેતાં ઝડપાઇ ગયો હતો ફરિયાદીના આક્ષેપ મુજબ ક્લાર્ક વિજય ભીલ દ્વારા વ્યવહારના નામે રૂપિયાની માંગણી કરાઈ હતી કચ્છ રેન્જ એસીબીના ડીવાયએસપી કે.એચ.ગોહિલના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા એસીબીના પીઆઇ કે.જે. પટેલે આ દરોડો પાડ્યો હતો. આમ નિયમ મુજબના કામ માટે રૂપિયા માંગવાની સરકારી કર્મચારીની આદત સામે આવી જાગૃતિ જરૂરી છે.