જ્યાં પાકિસ્તાની સહિત અન્ય વિદેશી કેદીઓને બંદી તરીકે રાખવામાં આવે છે તે ભુજના જેઆઇસી સેન્ટરમાં આઈજી સુભાષ ત્રિવેદીએ સરપ્રાઇઝ વિઝીટ લીધી હતી. આઈજીની વિઝીટ દરમ્યાન ફરજ પરના બોર્ડર વિંગ પીઆઇ રશ્મિકાંત ઓધવરામ પટેલ દારૂ પીધેલી હાલતમાં અન્ય નિવૃત કંપની કમાન્ડર સુવર્ણકુમાર કેશવલાલ પટેલ શરાબની મહેફિલ માણતા ઝડપાઇ ગયા હતા રાષ્ટ્રની સુરક્ષા માટે સંવેદનશીલ એવા જેઆઇસીમાં ફરજ દરમ્યાન પીઆઇ કક્ષાના અધિકારીની દારૂ પીવાની ઘટનાથી ચોંકી ઉઠેલા બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ આ અંગે કાયદેસર કાર્યવાહી કરવાની આપેલી સુચનાને પગલે ભુજ બી ડિવિઝન પોલીસે દારૂ પીધેલા બોર્ડર વિંગ પીઆઇ રશ્મિકાંત પટેલ તેમજ નિવૃત કંપની કમાન્ડર સુવર્ણકુમાર કેશવલાલ પટેલ બન્ને વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.