Home Social ડેંગ્યુના કારણે ભુજમાં લોહીની અછત – નવા રક્તદાતાઓને અપીલ, સાંભળજો માનવતાનો સાદ,...

ડેંગ્યુના કારણે ભુજમાં લોહીની અછત – નવા રક્તદાતાઓને અપીલ, સાંભળજો માનવતાનો સાદ, સોશ્યલ મીડીયા દ્વારા કરો સંપર્ક

2062
SHARE
ડેંગ્યુના કારણે ભુજમાં લોહીની અછત સર્જાઈ છે. રક્તદાન સાથે સંકલાયેલા ભુજના સેવાભાવી યુવાનોએ ન્યૂઝ4કચ્છને જણાવ્યા પ્રમાણે પ્લેટલેટ કાઉન્ટ ઘટતાં દર્દીઓને લોહી ચડાવવાની જરૂરત પડે છે. ડેંગ્યુએ જે કહેર વરસાવ્યો છે, એના કારણે લોહીની ખપત વધી ગઈ છે. જિંદગી સામે ઝઝૂમતા દર્દીઓના જીવન બચાવવા માટે માનવતાનો સાદ પડ્યો છે. લોહીની ઘટ પુરી કરવા નવા રક્તદાતાઓને આગળ આવવા સામાજિક સંસ્થાઓ અને સામાજિક કાર્યકરોએ અપીલ કરી છે. કચ્છમાં રક્તદાનની પ્રવૃત્તિ હમેંશા પ્રેરણાદાયી રહી છે, ત્યારે જ્ઞાતિ સંગઠનો, યુવા મંડળો, મહિલા મંડળો, સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓ, ક્લબો તેમજ યુવા કોલેજીયન છાત્રો રક્તદાન માટે આગળ આવે એ વર્તમાન સમયની માંગ છે. આપણું રક્તદાન કોઈ ની જિંદગી બચાવી શકે છે, કોઈ પરિવારને વિખરાતો બચાવી શકે છે. રક્તદાન માટેનો આ સંદેશો આપણે સૌ વધુને વધુ લોકો સુધી પહોંચાડીએ.

રક્તદાનથી કોઈ નુકસાન નથી.. તમે માનવતાનું કાર્ય કરવા માટે અહીં સંપર્ક કરી શકો છો..

જે યુવાનોએ ૧૮ વરસ પુરા કર્યાં હોય અને તંદુરુસ્ત હોય તેઓ રક્તદાન કરી શકે છે. તેઓ પોતાનું લોહી નું ઘટક (ગ્રુપ) તપાસીને પહેલી વાર બ્લડ ડોનેટ કરી શકે છે. લોહી ડોનેટ કરવાથી શરીરને કોઈ નુકસાન નથી. આપણા શરીર માં નવુ લોહી બે મહિના માં તૈયાર થાય છે. રક્તદાન માટે અહીં સંપર્ક કરો.
જી.કે. જનરલ હોસ્પિટલ બ્લડ બેંક – 02832246328
જીવન જ્યોત બ્લડ બેંક, હોસ્પિટલ રોડ, 02832222812, જે લોકો ને પોતાનું બ્લડ ગ્રુપ ખબર છે અને જો એ ભુજ બ્લડ ડોનર whatsapp ગ્રુપ માં નથી એ લોકો  નીચે ની લિંક થી whatsapp ગ્રુપ માં જોડાઈ શકે છે અથવા, આપેલા ગમે તે એક નંબર ઉપર પોતાનું નામ બ્લડ ગ્રુપ મેસજ કરી શકે છે. આ ગ્રુપ ૨૩/૧૧/૨૦૧૪ ના બનાવેલા છે અને ત્યાર થી ભુજ અને કચ્છ ની લોહી ની જરૂરિયાત whatsapp ના માધ્યમ થી પુરી પડી રહ્યા છે.
Bhuj “A+” Blood Donors
https://chat.whatsapp.com/F2ZvtHcrUpPHTQrNVbLaOi
Bhuj B+ Blood Donors
https://chat.whatsapp.com/0NmLRcLfzQC60XbrxHUs0p
Bhuj “O+” Blood Donors
https://chat.whatsapp.com/1ezb5rs0Qsd7rXAc6G800C
Bhuj “AB+” Blood Donors
https://chat.whatsapp.com/7JKrDlHnursJLEQ8X5uAUN
Bhuj “A-” Blood Donors
https://chat.whatsapp.com/I7OF0jEtiyBGbg0ep5FiCq
Bhuj ” B-” Blood Donors
https://chat.whatsapp.com/DEhHdZ8G75UFKzaB7ts5KQ
Bhuj “O-” Blood Donors
https://chat.whatsapp.com/KkGIbncEuemK6s89iFTN1s
Bhuj “AB-” Blood Donors
https://chat.whatsapp.com/FpSa6HutXTkHP6f956I3J1
Mobaile No.- 98259 93919, 99253 12191, 91734 56393, 98796 10939, 98250 61186, 98252 25430.
રક્તદાન માટેનો માનવતાનો આ સાદ આપણે સૌ સાંભળીએ અને રક્તદાન કરવા આગળ આવીએ.