Home Crime ગાંધીધામ – ઈંટોની આડમાં ટ્રકમાં લઈ અવાતો ૨૦ લાખનો વિદેશી દારૂ ઝડપાયો,...

ગાંધીધામ – ઈંટોની આડમાં ટ્રકમાં લઈ અવાતો ૨૦ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એલસીબીનો સપાટો

554
SHARE
પૂર્વ કચ્છ એલસીબી પોલીસે રાત્રી પેટ્રોલિંગ દરમ્યાન વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગળપાદર ભચાઉ રોડના ત્રિભેટે પોલીસ દ્વારા હાથ ધરાયેલી ચેકીંગ દરમ્યાન એક ટ્રક ડ્રાઈવર ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે ટ્રકની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૫૬૭૬ બોટલ કિ. રૂ. ૧૯,૮૬,૬૦૦ મળી આવતા પોલીસે આ જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ટ્રક કિ. રૂ. ૧૦,૦૦૦,૦૦ અને એક મોબાઈલ જપ્ત કરીને નાસી છૂટેલા ટ્રક ચાલક પુના ભાવા બારૂપા, (રામવાવ, રાપર) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.