હૈદરાબાદ અને ગુજરાત સહિત વિવિધ જગ્યાએ સામે આવી રહેલા દુષ્કર્મના કિસ્સાઓથી દેશમાં આક્રોશ છે ઠેરઠેર મહિલાઓની સુરક્ષા અને હેવાન આરોપીઓને કડક સજાની માંગ થઇ રહી છે તે વચ્ચે કચ્છમાં પણ એક સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. 17 વર્ષીય સગીરાના વાલીએ આ અંગે લાકડીયા પોલિસ મથકે ફરીયાદ નોંધાવી છે અને દુષ્કર્મ સહિત એટ્રોસીટી એક્ટની કલમો તળે એસ.સી.એસ.ટી સેલના ડી.વાય.એસ.પીએ આ મામલાની તપાસ શરૂ કરી છે. ભચાઉ પંથકના એક ગામની કરીયાણાની દુકાને જતી સગીરાનો પરિચય એક યુવાન સાથે થયા બાદ યુવાને લગ્નની લાલચ આપી એ સગીરા સાથે સંબધો કેળવ્યા હતા
તારા માટે ગીફ્ટ છે તેવુ કહી યુવકે સગીરાને બોલાવી બળાત્કાર ગુજાર્યો
અને સગીરા સાથે સંબધ કેળવ્યા બાદ યુવકે સગીરાને એક ફોન પણ આપ્યો હતો. અને ગઇકાલે એ સગીરાને ફોન કરી તારા માટે ગીફ્ટ લાવ્યો છું તેવુ પ્રલોભન આપી પવનચક્કી નજીક એક કારમાં ગીફ્ટ પડી છે તેવુ કહી સગીરાને ત્યા બોલાવી હતી જો કે સગીરા ત્યા પહોચી ત્યારે ગીફ્ટ અને કાર બન્ને ન હતા જો કે યુવક થોડી વાર રહી ત્યા આવ્યો હતો અને સગીરા સાથે બળજબરી પુર્વક બળાત્કાર ગુજાર્યો હતો. સાંજ સુધી સગીરા પાછી ન ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી દરમ્યાન યુવક સગીરાને જો કોઇને કહીશ તો તારા પરિવારને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી અને બાઇક પર ઘર નજીક છોડી ભાગી ગયો હતો. પરિવારને આ બનાવ અંગે જાણ થયા બાદ પરિવારે પુછતા સગીરાએ સમગ્ર ઘટના કહી હતી જે મામલે ઉમેદગર ખીમગર ગોસ્વામી સામે લાકડીયા પોલિસ મથકે ફરીયાદ નોંધી પોલિસે તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાતમાં એક સપ્તાહમાં બનેલી દુષ્ક્રમની 3 ઘટના સહિત હૈદરાબાદમાં સામુહિક બળાત્કાર સાથે યુવતીની હત્યાની ઘટનાથી સમગ્ર દેશમાં આક્રોશ છે સરકાર કડક કાયદો બનાવવાના દાવા કરી રહી છે અને તે વચ્ચે દુષ્કર્મની વધુ એક ઘટના પોલિસ ચોપડે નોંધાઇ છે સમગ્ર કચ્છમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાધાત પડ્યા છે તો પોલિસે પણ દેશની વર્તમાન સ્થિતીને જોઇ તપાસ ઝડપી બનાવી છે.