સરકાર ભલે મહિલા શક્તિકરણના ઉદ્દેશ સાથે સ્થાનીક સ્વારાજથી લઇ સંસદ સુધી મહિલાઓને પ્રતિનીધીત્વ આપે પરંતુ શુ આવા જનપ્રતિનીધીઓ મહિલાઓની લાગણી કે વ્યાથાને સમજે છે ખરા? વાત કચ્છના પરિપેક્ષમાં કરવી છે કેમકે હાલ જ્યારે સમગ્ર દેશમાં હૈદરાબાદમાં યુવતી પર બળાત્કારની ઘટનાથી આક્રોશ છે તેવામાં કચ્છના ચુંટાયેલા 3 મહિલા ધારાસભ્ય સહિત એક પણ પ્રમુખ મહિલા આગેવાનોએ એ ઘટનાને જાહેરમાં વખોડી નથી. પોતાના જાહેર કાર્યક્રમો અને સરકારની વિકાસની વાહવાહીનુ પળેપળનુ અપડેટ અને નેતાઓને જન્મ દિવસની શુભેચ્છાઓની દરેક અપડેટ તેઓ જાહેરમાં આપછે પરંતુ હાલ જ્યારે સમગ્ર દેશમાં મહિલા સુરક્ષા અંગે સવાલો ઉભા થઇ રહ્યા છે ત્યારે ચિંતા સાથે એક પોલીટીશયન તરીકે નહી પરંતુ એક મહિલા તરીકે પણ તેઓએ કોઇ જાહેર પ્રતિક્રિયા ન આપતા અનેક સવાલો ઉભા થયા છે હા એ વાત અલગ છે સમગ્ર દેશમાં ભાજપ કોગ્રેસના ચુંટાયેલા પ્રતિનીધી અને ઉચ્ચે હોદ્દેદારો આ ઘટનાને વખોડી રહ્યા છે.
શુ 3 મહિલા ધારાસભ્યોની નૈતીક જવાબદારી નથી?
3 કરોડના ખર્ચે રસ્તાનુ ખાતમુહર્ત કર્યુ, મારા જન્મ દિવસ પર ગરીબ બાળકોને ભોજન કરાવ્યુ ખેડુતોને સહાય મુદ્દે પ્રેસ નોટ આપી આવા અનેક મુદ્દે તાજેરતમાંજ ધારાસભ્યોની સોશીયલ સાઇટ અને પત્ર વ્યવહાર થયો હોવાનુ માલુમ પડી રહ્યુ છે પરંતુ નૈતીક જવાબદારી સમજી એકપણ ધારાસભ્યએ આ ઘટનાને વખોડતી ટીપ્પણી નથી કરી કે જાહેર નિવેદન કે પ્રેસનોટ પણ આપી નથી એવુ માની લઇએ કે હૈદરાબાદની ઘટના અંગે તેઓએ નિવેદન આપવાનુ ટાળ્યુ હોય તો ગુજરાતમાં પણ એક સપ્તાહમાં 3 બળાત્કારની ઘટના બની છે અને આજે કચ્છમાં પણ એક દુષ્કર્મનો કિસ્સો બન્યો છે એ મુદ્દે પણ કોઇ ટીપ્પણી કરવાની સંતોકબેન આરેઠીયા-ધારાસભ્ય રાપર, નિમાબેન આચાર્ય ધારાસભ્ય ભુજ અને માલતીબેન મહેશ્ર્વરી,ગાંધીધામના લોકપ્રતિનિધિઓેએ ટાળ્યુ છે કદાચ એક ચુંટાયેલા પ્રતિનીધી તરીકે નહી એક મહિલા તરીકે શુ એમની નૈતીક જવાબદારી નથી કે મહિલા સુરક્ષા અંગે પોતાના પ્રતિભાવ આપે?
અન્ય મહિલા આગેવાનોની વોલ પર માત્ર નેતા અને પોતાની વાહવાહ
કચ્છના 3 ધારાસભ્યો તો ઠીક પરંતુ સોશીયલ મીડીયામાં હમેંશા એકટીવ રહેતા મહિલા આગેવાનોની જ્યારે ફેસબુક વોલ ચેક કરાઇ ત્યારે ત્યા પણ કોઇ નિવેદન જોવા મળ્યુ નહી કોગ્રેસ સ્વાભાવીક છે કે ભાજપની સરકાર હોઇ આ ઘટનાને વિરોધ કરે પરંતુ સંવેદના તેમની પોસ્ટમાં પણ ક્યાય દેખાઇ નહી તો ભાજપના મહિલા મોરચાના પ્રમુખની વોલ પર છેલ્લા લગ્ન પ્રસંગની હાજરીના ફોટો જોવા મળ્યા તો જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ કૌશલ્યાબેનના ફેસબુક વોલ પર ગોપાલભાઇ ધુવાને અંજલી તેવીજ રીતે અન્ય મહિલા આગેવાન નિયતીબેન પોકારની વોલ પર પણ દુષ્કર્મની ઘટનાને વખોડતી કોઇ પોસ્ટ દેખાઇ નહી જો કે આ સિવાય પણ કેટલીય મહિલા આગેવાનોની સોશીયલ સાઇટની વિઝીટ દરમ્યાન ક્યાંય દુષ્ક્રમ પિડીત મહિલા પ્રત્યે સહાનુભુતી કે સંવેદના જોવા ન મળી
ભારતમાં બંધારણ અને કાયદો સૌથી ઉપર છે પરંતુ સાથે-સાથે વાણી સ્વતંત્રની પણ એટલીજ છુટ છે. તેવામાં દેશની તમામ મહિલાઓમાં તો આક્રોશ છે જ પરંતુ ભાજપ-કોગ્રેસની મહિલા આગેવાનો પણ રાજકીય દ્વેષ વગર મહિલા પર વધતા અત્યાચાર સામે ખુલ્લીને વિરોધ સાથે પોતાના મત વ્યક્ત કરી રહી છે પણ કચ્છમાં ભાજપ-કોગ્રેસના ધારાસભ્ય અને પ્રમુખ મહિલા આગેવાનો જ મહિલા પર વધતા અત્યાચાર મામલે મૌન છે તે વાસ્તવિકતા છે.