સમગ્ર દેશમાં દુષ્કર્મના દર્દ વચ્ચે કચ્છના ભચાઉ પંથકમાં પણ એક સગીરા પર યુવાને દુષ્કર્મ ગુજાર્યાનો કિસ્સો સામે આવ્યો હતો જે મામલે પોલિસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ સગીરાને લાલચ આપી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતુ 3 દિવસ પહેલા આ ઘટના પ્રકાશમાં આવી હતી લાકડીયા પોલિસ મથકે બળાત્કારની ફરીયાદ નોંધાઇ હતી. જે મામલે ઉમેદગર ખીમગર ગુંસાઇની પોલિસે ધરપકડ કરી છે આ મામલે યુવકે બળાત્કાર બાદ યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે મામલે ભચાઉ ડી.વાય.એસ.પીને તપાસ સોંપાઇ હતી અને આરોપી હાલ પોલિસની ગીરફ્તમાં છે પોલિસે પોક્સો એક્ટ સહિત એટ્રોસીટી એક્ટ મુજબ કાર્યવાહી કરી યુવકની ધરપકડ કરી છે આરોપી અને સગીરા પરિચયમાં આવ્યા બાદ યુવકે તેને અનેક પ્રલોભન આપ્યા હતા અને ગીફ્ટ આપવાનુ કહી સગીરાને ઓછી અવરજવર ધરાવતી જગ્યાએ બોલાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો જો કે ફરીયાદ બાદ દેશની વર્તમાન સ્થિતી જોતા પોલિસે કડક હાથે કામ લઇ આરોપીને ઝડપી પાડ્યો છે અને તેની પુછપરછ શરૂ કરી છે.